Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાજી મહાકુંભ મેળો : 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

અંબાજી મહાકુંભ મેળો : 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે
, બુધવાર, 29 ઑગસ્ટ 2012 (11:46 IST)
P.R
પ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ ભાદરવી પુનમનો મહામેળો ભરાય છે. જેમાં દુરદુરથી લાખો માઇભકતો પદયાત્રા દ્વારા અંબાજી પહોંચીને માના ચરણોમાં મસ્‍તક ઝુકાવી ધન્‍યતા અનુભવે છે. આ વરસે અધિક માસ હોવાથી ઘણા માઇભકતો મૂંઝવણ અનુભવે છે કે, ભાદરવી મહામેળો કયારે યોજાશે. અંબાજી દેવસ્‍થાન ટ્રસ્‍ટના વહીવટદાર કમ ડેપ્‍યુટી કલેકટર એમ. એચ. જોશીએ જણાવ્‍યું છે કે, અંબાજી ભાદરવી પુનમનો મહામેળો એક મહિના પછી એટલે કે તા. ૨૪ થી ૩૦ સપ્‍ટેમ્‍બર ભાદરવા સુદ-૯ થી ભાદરવા સુદ-૧૫(પૂનમ) દરમિયાન સાત દિવસ સુધી યોજાશે.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અધિક ભાદરવા સુદ પુનમ નિમિત્તે પદયાત્રી સંઘો અને યાત્રીકોનો ઘસારો જોતાં અંબાજી માતાજી મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડ ખાતર અધિક ભાદરવા સુદ-૧૨ (બારસ) મંગળવાર તા.૨૮/૮/ થી અધિક ભાદરવા સુદ-૧૪(ચૌદસ) તા.૩૦/૮/૧૨ના રોજ આરતી તથા દર્શનનો સમય આ પ્રમાણે છે. સવારે આરતી- ૭.૩૦ થી ૮ વાગ્યા સુધી, સવારે દર્શન-૮ થી ૧૧.૩૦, રાજભોગ બપોરે-૧૨ કલાકે, બપોરે દર્શન- ૧૨.૩૦ થી ૧૬.૩૦, સાંજે આરતી-૧૯ થી ૧૯.૩૦, સાંજે દર્શન-૧૯.૩૦ થી ૨૩ વાગ્યા સુધી રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati