Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિન્દુ તીર્થસ્થળ : હરિદ્વારના ઐતિહાસિક સ્થળ

હિન્દુ તીર્થસ્થળ : હરિદ્વારના ઐતિહાસિક સ્થળ
N.D
બ્રહ્મકુંડ
બ્રહ્મકુંડ હરની પૌડીની પાસે આવેલ છે. એવી માન્યતા છે કે આ સ્ત્રોતથી જળગંગા નદી તરફ વહે છે. હિંદુઓની માન્યતા છે કે આ કુંડની અંદર સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે.

બ્રહ્મકુંડ અને હરની પૌડીની ચારે બાજુ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગંગા, દુર્ગાના સુંદર મંદિર આવેલા છે. તે મંદિરોની અંદર આરસપહાણની સુંદર આકૃતિઓ કંડારવામાં આવી છે. આ સ્થળે મહિલાઓના સ્નાન કરવા માટેના વિશેષ ઘાટ આવેલ છે. બ્રહ્મકુંડની અદભુત શક્તિમાં વિશ્વાસ ધરાવનાર શ્રદ્ધાળુઓ અહીંયા ખેંચાઈને આવે છે. કહેવાય છે કે આની અંદર સ્નાન કરવાથી શરીરના બધા જ રોગો દૂર થઈ જાય છે. શ્રદ્ધાળુઓ આ પવિત્ર નદીમાં સ્નાન કરીને પૃથ્વી પર સ્વર્ગની ખુશીઓ મેળવી લે છે.
webdunia
P.R

કહેવામાં આવે છે કે આ સ્થળ પર ગંગાદેવીનું સ્વર્ગથી ધરતી પર ઉતરતી વખતે સ્વયં બ્રહ્માજીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ રીતની માન્યતા પણ છે કે ભગવાને અમૃતનો ઘડો ત્યાં મુકી દિધો હતો. તેના થોડાક ટીંપા આ કુંડની અંદર પડ્યાં હતાં. બ્રહ્મકુંડથી દક્ષિણ તરફ આવેલ અસ્થિ વિસર્જન કાર્યક્રમ માટેનું સ્થળ છે. અહીંયા મહાકુંભનું 12 વર્ષમાં એક વખત આયોજન થાય છે.

એક અન્ય કથાને અનુસાર રાજા ભર્તૃહરિએ સ્વર્ગમાંથી ધરતી પર ઉતરીને કઠોર તપશ્ચર્યા કરી હતી. તેમની યાદમાં રાજા વિક્રમાદિત્યએ હરની પૌડીનું નિર્માણ કરાવડાવ્યું હતું. આ સીડીઓને પત્થરોથી બનાવવામાં આવી છે.

હરની પૌડી
ગંગા નદીને શ્રદ્ધાળુઓ માઁના રૂપમાં પૂંજે છે. એવી માન્યતા છે કે પવિત્ર જળમાં સ્નાન કરવાથી વ્યક્તિના બધા જ પાપ ધોવાઈ જાય છે. એટલા માટે ગંગાને પાપમોચિની પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ અહીંયાના ઘાટ પર પોતાના ચરણ સ્પર્શ કર્યા હતાં. સંધ્યા વખતે અહીંયા હજારો શ્રદ્ધાળુઓ આરતી કરે છે.
webdunia
P.R
મનસાદેવીનું મંદિર
મનસાદેવીને દુર્ગા માતાનું જ રૂપ માનવામાં આવે છે. શિવાલિક પર્વત પર આવેલ આ મંદિરમાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના કરવા માટે આવે છે. ભગવાન શિવની પુત્રી મનસા દેવી દુર્ગાનું એક રૂપ છે. કહેવામાં આવે છે કે આ મંદિર ખુબ જ જાગૃત છે. કોઈ પણ ભક્ત માતાના દ્વારથી નિરાશ કે ખાલી પાછો નથી ફરતો.

હરિદ્વાર ઉત્તર પ્રદેશનું મુખ્ય તીર્થસ્થળ છે. અહીંયા દિલ્હી, આગરા, કાનપુર વગેરે જગ્યાએ આવાગમન માટે સાધન મળી રહે છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati