Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝવેરચંદ મેઘાણી - જેમની રચનાઓ આજે પણ લોકમુખે છે

ઝવેરચંદ મેઘાણી - જેમની રચનાઓ આજે પણ  લોકમુખે છે
, શનિવાર, 28 ઑગસ્ટ 2021 (08:32 IST)
meghani.com
ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ ખૂબ મોટુ પ્રદાન કરેલું છે. તેમણો જન્મ 28-8-1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો પરંતુ તેઓ મૂળ વતની અમરેલી જિલ્લાના બગસરાના હતા.
 
તેમની માતાનું નામ ધોળીબા અને પિતાનુ નામ કાળીદાસ હતું. ઇ.સ.1912માં તેમને મેટ્રીક પાસ કર્યું. ત્યારબાદ તેમને ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ પુર્ણ કર્યો.
 
તેમને નાનપણથી જ સાહિત્યમાં રસ હતો. તેમણે કાવ્ય 6 સંગ્રહ, 13 નવલકથા, 7 નવલિકા, 13 જીવન ચરિત્ર, એમ ઘણુ બધુ સાહિત્ય રચ્યું છે. તુલસીનો ક્યારો તેમની શ્રેઠ નવલકથા કહી શકાય.
 
1929 માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 1918 થી 1921 સુધી તેમને કલકત્તામાં એક એલ્યુમિનીયમના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરી. 1922 માં દમયંતી સાથે લગ્ન થયાં.
 
ઝવેરચંદ મેઘાણીએ ગાધીજી જ્યારે 1931માં ગોળમેજી પરિષદમાં જતાં હતાં ત્‍યારે તેમને સંબોધીને છેલ્લો કટોરો કાવ્ય લખ્યું હતું. ઝવેરચંદ મેઘાણીએ યુગવંદના, વૈવિશાળ, અપરાધી, ગુજરાતનો જય, સોરઠ તારા વહેતાં પાણી જેવી ઘણી બઘી સાહિત્ય રચનાઓ આપી હતી.
 
પાડોશી મુલ્ક પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી રાજકતીય તનાવ રહે છે. સંબંધોમાં ઉતાર ચડાવ આવતા રહે છે. પણ બન્ને તરફનાં નાગરિકો અને ખાસ કરીને ગુજરાતીઓમાં અરસપરસનો પ્રેમ અને મિત્રતા ઓછાં થયાં નથી.
 
એકબીજા માટે આવકારનાં તોરણો બંધાતાં રહે છે. તેમ પાકિસ્તાનથી વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા  ચીમનભાઈ બારૈયાએ તેઓએ જણાવ્યું હતું કે, અહિ પાકિસ્તાનનાં ગુજરાતીઓમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ખૂબ લોકપ્રિય છે. અમે મેઘાણીજીનાં પુસ્તકો ભારતથી મંગાવીને તથા ઈન્ટનેટ પર વાંચીએ છીએ. આજે પણ અહિ લગ્ન અને તહેવારોમાં ઝવેરચંદ મેઘાણીનાં લોકગીતો ગવાય છે. મેઘાણીજીનાં જન્મદિન અને પુણ્યતિથિએ અમે બધા તેમને દિલથી યાદ કરીને અંજલિ આપીએ છીએ. માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવામાં ઝવેરચંદ મેઘાણીનું મોટુ પ્રદાન છે તેમ અમે પણ અહિ પાકિસ્તાનમાં માનીએ છીએ. તેમ જણાવી તેઓએ ગુજરાતી ભાષાના ગૌરવરૃપ રાષ્ટ્રીય શાયરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE India Vs England 3rd Test match day 3: ચેતેશ્વર પુજારા અને વિરાટ વચ્ચે હાફસેંચુરી ભાગેદારી, 200 ને પાર ભારતનો સ્કોર