Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોલેજના વિધાર્થીઓ ને સંપૂર્ણ વેકસીનેશન થાય પછી જ ઓફલાઈન પરીક્ષા યોજવા યુથ કોંગેસ ની માંગ

-યુથ કોંગ્રેસ એ શિક્ષણ મંત્રી ને પત્ર લખી ને કરી રજુઆત

કોલેજના વિધાર્થીઓ ને સંપૂર્ણ વેકસીનેશન થાય પછી જ ઓફલાઈન પરીક્ષા યોજવા યુથ કોંગેસ ની માંગ
, બુધવાર, 30 જૂન 2021 (16:48 IST)
રાજ્યમાં કોરોના ના કેસ ઓછા થઈ ગયા છે સરકાર પણ તમન પ્રતિબંધ હટાવી ને અનેક છૂટછાટ ની જાહેરાત કરી રહી છે પહેલા જેવી સામાન્ય  પરિસ્થિતિ થાય તે માટે હવે તમામ ધંધા રોજગાર ને પણ છૂટ અપાઈ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજના UG અને PG ના વિદ્યાર્થીઓ ની ઓફલાઈન પરીક્ષા યોજવા માટે આદેશ આપવામાં આવ્યો છે  ત્યારે આ બાબત એ યુથ કોંગ્રેસ એ  આ નિર્ણય નો વીરોધ કર્યો છે  અને શિક્ષણ મંત્રી ને પત્ર લખી ને રજુઆત કરી. તેઓ  આ પરીક્ષા હમણાં ન યોજવા માટે માંગ કરી છે તેઓ ની રજુઆત છે કે કોરોના કેસ હમણાં ઘટ્યા છે હવે ત્રીજી લહેર આવે તો તેની સામે રક્ષણ મેળવવા માટે વેકસીનેશન આવશ્યક છે જ્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ નું વેકસીનેશન ન થાય ત્યાં સુધી આ પરીક્ષા ન લેવાવી જોઈએ.

તેઓ ને સૌપ્રથમ વેકસીન ઉપલબ્ધ કરાવી ને વેકસીનેટ કરવા જોઈએ ત્યારબાદ બાદ આ વિદ્યાર્થીઓ ની ઓફલાઈન પરીક્ષા લેવી જોઈએ. વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ ને ધ્યાનમાં લઈને યુથ કોંગ્રેસ આ નિર્ણય નો વિરોધ કરી રહ્યું છે.તેવો પત્ર માં ઉલ્લેખ કર્યો છે.વધુમાં તેઓ એ ઉલ્લેખ કર્યો છે કે આ સંજોગોમાં ઓફલાઈન પરીક્ષા લેવી યોગ્ય નથી.અગાઉ બીજી લ્હેર દરમિયાન આવો નિર્ણય લેવાયો હતો જેનું પરિણામ તમામ લોકો જાણે છે. એટલે તમામ વિદ્યાર્થીઓ ને વેકસીન મળે અને પછીજ ઓફલાઈન પરીક્ષા યોજાય એવી અમારી માંગ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BSF Recruitment 2021: બીએસએફમાં બેસઆઈ, એએસઆઈ અને કાંસ્ટેબલ સાથે 175 પદો પર ભરતી