Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારની હાજરીમાં બાળકોએ ઉજવ્યો વર્લ્ડ સિનિયર સીટીઝન ડે

તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારની હાજરીમાં બાળકોએ ઉજવ્યો વર્લ્ડ સિનિયર સીટીઝન ડે
, શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (15:20 IST)
અમદાવાદ: દાદા -દાદી પરિવારના મોટા ખજાના સમાન, પ્રેમના હેતાળ વારસાના સ્થાપક તથા વાર્તાઓનો મોટો ખજાનો ધરાવનાર તથા પરંપરાઓ જાળવનાર બની રહેતા હોય છે. દાદા-દાદી પરિવારના મજબૂત પાયા સમાન હોય છે. દરવર્ષે તા. 21 ઓગસ્ટના રોજ વર્લ્ડ સિનિયર સીટીઝન ડે મનાવવામાં આવે છે. કેલોરેક્સ પબ્લિક સ્કૂલ ઘાટલોડીયામાં દાદા-દાદીના સન્માન તથા તેમના માટે ગૌરવ દર્શાવી મંગળવારે વર્લ્ડ સિનિયર સીટીઝન ડેની ઉજવણી ગ્રાન્ડ પેરેન્ટસ ડે તરીકે કરવામાં આવી હતી. 
webdunia
આ સમારંભમાં 200થી વધુ દાદા-દાદી હાજર રહ્યા હતા. લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર જીતેન્દ્ર ઠક્કર આ સમારંભમાં પ્રમુખ સ્થાને હતા. આ પ્રસંગે દાદા-દાદી માટે વિવિધ રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ લોકોએ ખૂબ જ રોમાંચ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોવોટેલે સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના AWWA સપ્તાહની કરી ઉજવણી