Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં બનશે દુનિયાનું સૌથી મોટું ટોય મ્યૂઝિયમ, સરકારે 30 એકર જમીન ફાળવી

ગુજરાતમાં બનશે દુનિયાનું સૌથી મોટું ટોય મ્યૂઝિયમ, સરકારે 30 એકર જમીન ફાળવી
, મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (15:40 IST)
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બાળકો માટે વિશ્વસ્તરીય સૌથી મોટું ટોય મ્યૂઝિયમ બનવાનું છે. સરકારે મ્યૂઝિયમ માટે 30 એકર જમીન ફાળવી છે. પ્રદેશમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી બાલ ભવન પ્રોજેક્ટ હેઠળ આ મ્યૂઝિયમ બનવા જઇ રહ્યું છે. કહેવામાં આવ્યું છે કે આ મ્યૂઝિયમ પ્રાચીનકાળથી માંડીને આજના યુગના લગભગ 11 લાખથી વધુ રમકડાંની પ્રદર્શિત કરવામાં આવશે. 
 
સરકારના અનુસાર બાળકોને જોવા માટે આ સર્વશ્રેષ્ઠ સ્થળ હશે. અહીં બાળકોને જ્ઞાનની વાત પણ સમજાવવામાં આવશે તથા રમકડાં સાથે કલાકાર, પુરૂષ, મહાપુરૂષો વિશે જાણકારી આપવામાં આવશે. 
 
રાજ્યની રાજધાની ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી નજીક શાહપુર અને રતનપુર ગામ પાસે તેને બનાવવાની તૈયાર કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું શિલાન્યાસ કરશે. આ બાલ ભવનનો ખર્ચ લગભગ 1500 કરોડ રૂપિયા થશે. આ ટોય મ્યૂઝિયમ બનાવવામાં લગભગ 5 વર્ષનો સમય લાગશે. ચિલ્ડ્રન યૂનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઇ શાહે જણાવ્યું હતું કે અલગ-અલગ બે ત્રણ મહિનામાં નિર્માણ કાર્યા શરૂ થશે. 
 
વડાપ્રધાને 22 ઓગ્સ્ટના રોજ તેના માટે ઓનલાઇન સંવાદ પણ કર્યો હતો. તેમણે ચિલ્ડ્રન યૂનિવર્સિટીના આપ પ્રોજેક્ટ સંબંધિત પ્રેજેંટેશન રજૂ કરવા માટે કહ્યું છે. આ મ્યૂઝિયમમાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં સીખવા માટે ચિલ્ડ્રન યૂનિવર્સિટીનો પાઠ્યક્રમ હશે. બાલ મનને શિક્ષા-સંસ્કાર આપવાના વિચારને ધ્યાનમાં રાખતાં ચિલ્ડ્રન યૂનિવર્સિટી રમકડાં શાસ્ત્ર વિકસિત કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચર્ચના પાદરીએ સગીરાને વીડિયો કોલ કરી કપડાં ઉતરાવ્યાં જાણો પછી શું થયું?