Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - ગુજરાતમાં પ્રતિ માસ સરેરાશ ૩૯ મહિલા દુષ્કર્મનો ભોગ બને છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - ગુજરાતમાં પ્રતિ માસ સરેરાશ ૩૯ મહિલા દુષ્કર્મનો ભોગ બને છે
, સોમવાર, 7 જાન્યુઆરી 2019 (14:54 IST)
મહિલા સલામતીને મામલે સ્થિતિ બદ થી બદતર થઇ રહી છે. ગુજરાતમાં પ્રતિ માસ સરેરાશ ૩૯ મહિલા દુષ્કર્મનો, ૯૧ મહિલા છેડતીનો શિકાર બને છે. ૮ માર્ચે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' છે ત્યારે આ આંકડા ચિંતાજનક છે અને રાજ્યમાં મહિલાઓ ખરેખર સલામત છે કે કેમ તેનો સવાલ પણ પેદા કરે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૬માં ૪૭૨ અને વર્ષ ૨૦૧૭માં ૪૭૯ દુષ્કર્મના કેસ નોંધાયા હતા. આમ, દુષ્કર્મના કેસમાં વધારો થયો છે. બીજી તરફ વર્ષ ૨૦૧૬માં છેડતીના ૧૦૩૩ અને વર્ષ ૨૦૧૭માં ૧૦૯૫ કેસ નોંધાયા છે.

આમ, ગુજરાત મહિલાઓ માટે મોડેલ સ્ટેટ નથી તેમ પણ કહી શકાય. આ અંગે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનનાં મીનાક્ષી જોષીએ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં જાન્યુઆરી ૨૦૧૭ પ્રમાણે મહિલાઓના ૧૩,૫૪,૧૮૯ પેન્ડિંગ કોર્ટ કેસ છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સર્વેના અહેવાલ પ્રમાણે ૨૦૧૧-૧૩માં ૧ હજાર પુરુષોએ ૯૧૧ સ્ત્રીઓ હતી. તે ઘટીને ૨૦૧૪-૧૬માં ૮૪૮ થઇ છે. આમ, અન્ય રાજ્યોની સરખામણીએ આ તફાવત ૬૩ ટકા જેટલો ઊંચો છે. ' આપણા દેશમાં ૧૯૭૧ બાદ મહિલાઓ વિરુદ્ધના ખાસ કરીને બળાત્કાર અને અપહરણના ગુનાઓ ૯૦૨% વધ્યા છે. બીજી તરફ દેશના શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી ૨૦૦૫-૦૬માં ૩૬ ટકા હતી અને તે ૨૦૧૫-૧૬માં ઘટીને ૨૪ ટકા જ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WhatsApp મેસેજ થઈ જાય Delete, તો આ ટ્રિકથી ફરીથી વાંચી શકો છો