Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાલાલ પટેલની આગાહી, 18-19 અને 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં વરસાદ રહે તેવી શક્યતા

અંબાલાલ પટેલની આગાહી, 18-19 અને 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં વરસાદ રહે તેવી શક્યતા
, મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (09:13 IST)
Weather news- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,આજથી બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં  18-19 અને 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં વરસાદ રહે તેવી શક્યતા છે.
 
21થી 24 દરમિયાન સૌરાષ્ટમાં વરસાદની અંબાબાલ પટેલે આપી આગાહી છે.12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. 
 
અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. 
 
આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં 11 સપ્ટેમ્બરના રોજ મુશળધાર વરસાદ થવાનો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરમાં નવા મેયરની જાહેરાત