Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફી મુદ્દે હવે સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે સમાધાનનો પ્રયત્ન, સ્કૂલ સંચાલકો આપી આ ઓફર

ફી મુદ્દે હવે સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે સમાધાનનો પ્રયત્ન, સ્કૂલ સંચાલકો આપી આ ઓફર
, સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (10:33 IST)
સ્કૂલ ફી મુદ્દે વાલીઓ માટે એક રાહતના સમાચાર છે. ગુજરાત સરકાર સ્કૂલ ફીમાં 25 ટકાના ઘટાડાની સત્તાવાર જાહેરાત કરી ચૂકી છે. જોકે વાલીઓ 50 ટકા ફી ઘટાડવાની માંગ કરી રહ્યા છે. સ્કૂલ ફીને લઇને વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે તણાતણીને સમાપ્ત કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. રાજ્ય સરકારે સ્કૂલ સંચાલકોને આ અંગે સમાધાન કરવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ શુક્રવારે સ્કૂલ સંચાલકો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે મીટીંગ થઇ હતી. 29 તારીખે હવે વાલી મંડળ સાથે સરકાર વાતચીત કરશે. 
 
મળતી માહિતી અનુસાર લોકડાઉન બાદ પણ અત્યાર સુધી વેપાર ઉદ્યોગની ગાડી પાટ પર ચઢી ન હોવાથી વાલીઓની આર્થિક હાલત ખરાબ છે. એટલા માટે તે સ્કૂલોની ફી ઓછી કરવા માંગે છે. બીજી તરફ સ્કૂલ સંચાલક આ વિશે વાલીઓની વાત માનવા માટે તૈયાર નથી. જેના લીધે રાજ્ય સરકાર અસમંજસમાં છે કે કયા પ્રકારે આ કેસને ઉકેલવામાં આવે.
 
થોડા દિવસો અગાઉ રાજ્ય સરકાર અને સ્કૂલ સંચાલક કોર્ટમાં ગયા હતા. પરંતુ હાઇકોર્ટએ રાજ્ય સરકારને જ આ નિર્ણય લેવા માટે કહ્યું હતું. રાજ્ય સરકારે સ્કૂલ સંચાલકોને 25% સુધી ફી ઘટાડવાની વાત મનાવી લીધી છે. હવે તે વાલી મંડળને સમજાવવા માંગે છે. પરંતુ વાલીઓ 25 ટકાથી વધુ 50 ટકા સુધી ફી માફ કરવવા માંગે છે. 
 
શિક્ષણ મંત્રીનું કહેવું છે કે લાંબા સમયથી કોર્ટમાં કેસ થવાના કારણે સમય બગડી રહ્યો છે. તેનાથી સારું એ છે કે સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે પરસ્પર સમાધાન કરાવીને નિર્ણય કરાવવામાં આવે. અમે આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. મંગળવારે ફરીથી વાલીઓ સાથે મીટિંગ થશે. અમને આશા છે કે જલદી આ અંગે નિર્ણય આવશે. 
 
બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સરકાર પર સ્કૂલ સંચાલકોના વકીલ બનવાનો આરોપ લગાવતાં સત્ર સંપૂર્ણ ફી માફ કરવાની માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં ખાનગી સ્કૂલ સંચાલક પહેલાં વાલીઓને 25 ટકા શિક્ષણ ફી માફ કરવા માટે તૈયાર ન હતા, પરંતુ હાઇકોર્ટ તરફથી શિક્ષણ ફીની જવાબદારી રાજ્ય સરકાર પર છોડ્યા બાદ હવે તેના માટે તૈયાર છે, પરંતુ હવે વાલીઓ 50 ટકા ફી માફીની માંગ કરવા લાગ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના આ શહેરમાં આજથી સ્વયંભૂ 'લોકડાઉન', નોંધાઇ ચૂક્યા છે 900થી વધુ કેસ