Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિક્ષા ચાલકની પુત્રી બની Miss India 2020 રનર અપ, સંભળાવી સંઘર્ષની સ્ટોરી, બોલી અનેક રાત સુધી ખાધા વગર..

રિક્ષા ચાલકની પુત્રી બની Miss India 2020 રનર અપ, સંભળાવી સંઘર્ષની સ્ટોરી, બોલી અનેક રાત સુધી ખાધા વગર..
, ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (15:07 IST)
Femina Miss India 2020: તેલંગાના (Telangana) ની માનસા વારાણસી (Manasa Varanasi) એ વીએલસીસી મિસ ઈન્ડિયા 2020 (VLCC Femina Miss India 2020) નો ખિતાબ જીતી લીધો છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશ (UP) ની માન્યા સિંહ  (Manya Singh) ફર્સ્ટ રનર અપ અને મનિકા શિયોકાંડ  (Manika Sheokand) બીજી રનર અપ રહી.  માન્યા સિંહ (Manya Singh)ની યાત્રા ખૂબ મુશ્કેલ ભરી રહી. તેની મિસ ઈંડિયાના સ્ટેજ સુધી પહોંચવાની યાત્રા સહેલી નહોતી. ઈસ્ટાગ્રામ  (Instagram) પર તેણે પોતાની સ્ટોરી  (Struggle Story) શેયર કરી હતી. તેણે જણાવ્યુ  કે કેવી રીતે એક રિક્ષા ચાલકની પુત્રી મિસ ઈન્ડિયાના સ્ટેજ સુધી પહોંચી શકે છે.
 
માન્યાસિંહના પિતા રિક્ષા ચાલક છે. આવી સ્થિતિમાં માન્યાને બધું હાથમાં મળ્યુ નથી. તેણે તે માટે સખત મહેનત કરી. તે ઘણી રાત ખાધા વિના સુતી. ઈંસ્ટાગ્રામ પર તેના ફેમિલીના ફોટા શેર કરતાં માન્યાએ લખ્યું કે, 'મેં ઘણી રાત ખાધા અને ઉંઘ વિના વિતાવી છે. હું ઘણી બપોર સુધી પગપાળા ચાલી. મારું લોહી, પરસેવો અને આંસુ મારા આત્મા માટે ખોરાક બની ગયા અને મેં સ્વપ્ન જોવાની હિંમત કરી. રિક્ષાચાલકની પુત્રી હોવાને કારણે મને ક્યારેય શાળાએ જવાની તક નહોતી મળી કારણ કે મારે કિશોરોવસ્થામાં જ કામ કરવાનું શરૂ કરવું પડ્યું હતું.
 
માતા-પિતાએ ભણતર માટે ઘરેણાં ગિરવે મુક્યા 
 
તેણે આગળ કહ્યું કે, 'મારા બધાં કપડાં પોતે સીવેલા હતાં. ભાગ્ય મારી તરફ નહોતુ. મારા માતાપિતાએ પોતાના દાગીના ગિરવે મુક્યા જેથી તેઓ ડિગ્રી માટે પરીક્ષા ફી આપી શકે. મારી માતાએ મારા માટે ઘણું સહન કર્યું છે. 14 વર્ષની ઉંમરે હું ઘરેથી ભાગી ગઈ. 

 
સાંજે વાસણ સાફ કર્યા અને રાત્રે કૉલ સેંટરમાં કામ કર્યુ 
 
આગળ તેણે કહ્યુ કે મે કોઈ રીતે દિવસે મારો અભ્યાસ પુરો કરવામાં સફળ રહી. સાંજે મે વાસણ સાફ કર્યા અને રાત્રે કૉલ સેંટરમાં કામ કર્યુ. મે વિવિધ સ્થાન સુધી જવા માટે કલાકો સુધી પગપાળા ચાલી છુ જેથી રિક્ષાનુ ભાડુ બચાવી શકુ. 
 
હુ આજે અહી વીએલસીસી ફેમિના મિસ ઈંડિયા 2020ના મંચ પર મારા માતા-પિતા અને ભાઈને કારણે પહોંચી છુ. હુ દુનિયાને બતાવવા માંગુ છુ કે જો તમે તમારા સપના માટે પ્રતિબદ્ધ છો તો આ બધુ શક્ય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વોટ્સએપ પર એક સંદેશ મોકલી તેને તરત જ delete કરી નાખ્યુ તો કેવી રીતે વાંચવુ