Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હરિયાણા સ્ટિલર્સ સામે ગુજરાત જાયન્ટ્સનો 41-24થી પરાજય

હરિયાણા સ્ટિલર્સ સામે ગુજરાત જાયન્ટ્સનો 41-24થી પરાજય

રીઝનલ ડેસ્ક

અમદાવાદ: , ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (11:08 IST)
પ્રો કબડ્ડી લિગ સિઝન સાતની નવી દિલ્હીની ત્યાગરાજ સ્પોટર્સ કોમ્પલેક્સમાં રમાયેલી એક લિગ મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો હરિયાણા સ્ટિલર્સ સામે 24-41થી પરાજય થયો હતો. ગુજરાતની ટીમ સ્પર્ધામાં પાછી ફરવા સતત ઝઝૂમી રહી છે ત્યારે તેના માટે આ પરાજય તેની મુશ્કેલીમાં વધારો જ કરશે. ગુજરાતની ટીમે અત્યાર સુધીની મેચોમાં તો લડાયક રમત બતાવી હતી અને તેણે છેલ્લી ઘડીએ મેચ ગુમાવી હતી પરંતુ આ મેચમાં તો તે પહેલાંતી અંત સુધી સાવજ પાંગળી જણાઈ હતી. ટીમ મેચમાં એક પણ વખત લડત આપી શકે એ સ્થિતિમાં જોવા મળી નહતી. 
webdunia
પ્રો કબડ્ડી લિગમાં મજબૂત મનાતી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ માટે આ સિઝન ખૂબજ નબળી રહી છે. 10માંતી છ મેચ સતત ગુમાવ્યા બાદ ગુજરાતે તેની છેલ્લી મેચ જીતી ત્યારે ટીમ સ્પર્ધામાં કમબેક કરશે એવી આશા હતી પરંતુ હરિયાણા સામે તો ટીમે શરૂઆત જ નબળી કરી હતી અને તે પહેલાંથી જ પાછળ રહ્યું હતું. હરિયાણાએ ટોસ જીતીને કોર્ટ પસંદ કર્યા બાદ તેમણે સરસાઈ મેળવવાની શરૂઆત કરી હતી. બે પોઈન્ટથી પાછળ રહ્યા બાદ ગુજરાતે સ્કોર 2-2થી બરોબર કરી લીધો હતો. જોકે હાફ ટાઈમ સુધીમાં ગુજરાતની ટીમ હરિયાણા સામે રમતના તમામ વિબાગમાં નબળી પુરવાર થી હતી અને તે 11-20થી પાછળ રહી હતી. બીજા હાફમાં પણ ગુજરાત હરિયાણા સામે મુકાબલો કરવામાં નબળું પડ્યું હતું. હરિયાણાની ટીમે ગુજરાતની ટીમને સરસાઈ માટેની કોઈ તક આપી નહતી.
webdunia
આ મેચ પહેલાં ગુજરાતે તેની 10માંથી છ મેચો ગુમાવી હતી. જોકે, તેણે જીતેલી ચારમાંથી છેલ્લી મેચના વિજયે ટીમમાં નવા પ્રાણ પૂર્યા છે. આ મેચ અગાઉ ટીમ 25 પોઈન્ટ સાથે આઠમા ક્રમમે હતી જ્યારે હરિયાણા સ્ટિલર્સ 10 મેચમાં ચાર હાર અને છ વિજયથી 31 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુનો અને વિશ્વમાં પાકિસ્તાન “રાહુલ ગાંધીની ભાષા” બોલે છે અને રાહુલ ગાંધી “પાકિસ્તાનની ભાષા” બોલે છે– ભરત પંડયા