Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિકાસ સપ્તાહ- ગુજરાત વિકાસ સપ્તાહ, 24 વર્ષ સફળ નેતૃત્વની ઉજવણી

Vikas saptah 2025
, મંગળવાર, 7 ઑક્ટોબર 2025 (14:46 IST)
twitter

ગુજરાતની વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થતા આજથી એટલે કે 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે.

રાજ્યના 34 જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને શાળા-કોલેજોમાં આ પ્રતિજ્ઞા લેવામાં આવશે. My.Gov. પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ સાથે વિકાસ સપ્તાહનો વિધિવત પ્રારંભ થશે.
 
યુવા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન યોજાશે. રાજ્યવ્યાપી ક્વિઝ સ્પર્ધા, શાળા અને કોલેજોમાં નિબંધ સ્પર્ધા, વ્યાખ્યાનમાળા અને અગત્યના સ્થળોએ પદયાત્રા યોજાશે. દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

7 ઓક્ટોબરના રોજ પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રીવરફ્રંટ ખાતે કરાયું છે જેને લોકો નિહાળી શકશે.
 
8 ઓક્ટોબરે રોજગાર મેળો
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.  અન્ય કુલ 33 રાજ્યવ્યાપી કાર્યક્રમો પણ થશે.   50 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે.
 
09 અને 10 ઓક્ટોબર, 2025 – ઉદ્યોગ સાહસિકતા દિવસ
મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન.   MSME કોન્કલેવ, ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાશે.
 
11 ઓક્ટોબર, 2025 રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.  વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ. પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન.
 
12/10/2025 થી 13/10/2025 શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ
 
14/10/2025  કૃષિ વિકાસ દિન/ રવિ કૃષિ મહોત્સવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
 
15/10/2025 ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ મોદીએ પોતાનો જૂનો ફોટો કેમ શેર કર્યો? તેમણે લખ્યું, "ભારતીયોનો ખૂબ ખૂબ આભાર."