Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધાનેરામાં કાર અકસ્માતનો વીડિયો વાયરલ, પુરપાટ આવતી કાર પલટી મારીને 6 ફૂટની દિવાલ કૂદી ગઈ

ધાનેરામાં કાર અકસ્માતનો વીડિયો વાયરલ, પુરપાટ આવતી કાર પલટી મારીને 6 ફૂટની દિવાલ કૂદી ગઈ
, શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (18:58 IST)
પેટ્રોલ પંપ બંધ હોવાને કારણે વાહનોની અવરજવર નહીં હોવાથી જાનહાની ટળી
કાર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે
 
ધાનેરાઃ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક કારનો ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. હાઈવે પરથી પસાર થતી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર પેટ્રોલ પંપના કેમ્પસમાં ઘૂસી ગઈ હતી અને 6 ફૂટ ઉંચી દિવાલ કૂદીને પાછળની સાઈડ પર રહેલા ખેતરમાં જઈને પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની સમગ્ર ઘટના પેટ્રોલપંપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસમાં આ ઘટના અંગે કોઈ ફરિયાદ નહીં નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. 
 
ફિલ્મી સ્ટંટની જેમ કાર પેટ્રોલ પમ્પના કેમ્પસમાં ઘૂસી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધાનેરાના સામરવાડા પાસે એક પેટ્રોલ પમ્પ છે. પેટ્રોલ પમ્પ વાળા હાઈવે પર એક કાર પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ફિલ્મી સ્ટંટની જેમ પેટ્રોલ પમ્પના કેમ્પસમાં ઘૂસી ગઈ હતી. આ કારની ગતિ એટલી જબરદસ્ત હતી કે કેમ્પસની 9 ફૂટ ઉંચી દિવાલ કૂદીને સાઈડના ખેતરમાં જઈને પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારના ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. આ ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. બીજી તરફ સદનસીબે પેટ્રોલપંપ બંધ હોવાના કારણે અહીં વાહનચાલકોની અવરજવર ન હતી જેથી જાનહાનિ થતા અટકી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Friendship Day 2023 Wishes - મિત્રતા દિવસ પર સુવિચાર અને શાયરી