Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરેન્દ્રનગરમાં આંગણવાડીનાં બાળકો માટે સડેલા અનાજમાંથી વાનગી બનાવાતી હોવાનો વીડિયો વાઇરલ

anganwadi
, બુધવાર, 6 એપ્રિલ 2022 (10:00 IST)
બાળકો માટે સડેલા અનાજના જથ્થામાંથી વાનગી બનાવવામાં આવતી હોવાનો વઢવાણ તાલુકાના માળોદ ગામની આંગણવાડીનો વીડિયો ફરતો થતા ચકચાર ફેલાઇ છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ હલ્લાબોલ કરીને સીડીપીઓને લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી હતી.બીજી તરફ બાળકોના આરોગ્ય સાથે થતા ચેડાનો પ્રશ્ન ઉઠતા જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં તપાસનો વિષય બની ગયો છે. હવે નિયમિત આંગણવાડીઓ શરૂ થતા બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આવા કેન્દ્રોમાંથી બાળકોને પોષણક્ષમ વિવિધ પ્રકારની વાનગીઓ સાથે નાસ્તાઓ આપવામાં આવે છે. પરંતુ આવા બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારે બાળકો માટે સડેલા અનાજના જથ્થામાંથી વાનગી બનાવીને ખવડાવી ગતી.તેમજ સડેલા અનાજ ઉપરાંત સરકાર દ્વારા બાળકો અને સગર્ભા મહિલાઓને આપવામાં આવતી વસ્તુઓનું પણ વિતરણ ન કરવામાં આવતું હોવાની ફરિયાદ સાથેનો વીડિયો વઢવાણના માળોદ ગામની આંગણવાડીનો ફરતો થયો હતો. ઉપરાંત આંગણવાડી માટે અપાતા સિલિન્ડર અને બાળકો માટેના રમકડા પણ ઘરે વાપરતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા. અને સ્થાનિકોએ આંગણવાડી વિભાગના સીડીપીઓને લેખીત રજૂઆત કરી કાર્યવાહી કરવા માગ કરી હતી.બીજી તરફ જિલ્લામાં 1348 જેટલી આંગણવાડીમાં અંદાજે 91,328 જેટલા બાળકની સંખ્યા છે. ત્યારે તરફ બાળકોના આરોગ્ય સાથે થતા ચેડાનો પ્રશ્ન ઉઠતા જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં તપાસનો વિષય બની ગયો છે. જ્યારે આ ફરતા થયેલા વિડીયો બાબતે ઇન્ચાર્જ સીડીપીઓ કલ્પનાબેન શુકલે જણાવ્યું કે, આ ઘટનાની જાણ આંગવાડી કેન્દ્રના સુપરવાઇઝર અને વર્કરે કરી હતી કે સ્થાનિક લોકો અહીંયા આવ્યા છે. છતા આંગણવાડીમાં રૂબરૂ જઇને આ બાબતે તપાસ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold price today- સોનાના ભાવમાં આજે ઘટાડો, એક મહિનામાં સોનું 4000 રૂપિયા સુધી સસ્તુ થયું