ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદે એક તરફ દિપાવલી પુર્વેની ઉત્સવના માહોલને બ્રેક મારી દીધી છે તો બીજી તરફ શાકભાજી અને આવશ્યક ચીજોના ભાવમાં વધારો થતા રસોડાના બજેટને પણ વધારી દીધું છે. ખાસ કરીને શાકભાજીના ભાવમાં 15થી20%નો વધારો થયો છે અને હજુ આગામી થોડા સપ્તાહમાં ભાવ વધારો ગૃહિણીઓને પરેશાન કરતો રહેશે.વાસ્તવમાં કરૂણતા એ છે કે જથ્થાબંધ ભાવ પર માર્કેટયાર્ડના વેપારીઓનો અંકુશ છે અને રીટેલ પર ગ્રાહકો સુધી પહોંચાડતા વર્ગનો જેના કારણે બિનજરૂરી ભાવ વધે તો લોકોને સહન કરવું પડે છે. માર્કેટયાર્ડમાંથી શાકભાજી બહાર નીકળે એટલે 50% જેટલો ભાવવધારો નિશ્ર્ચિત થાય છે અને આ વધતા ભાવથી તેની સીધી અસર ગૃહિણીના બજેટ પર થાય છે. જો કે ચોમાસાના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે તેની સીધી અસર પુરવઠા અને માંગના સિદ્ધાંતો મુજબ થતા ભાવ વધી ગયા છે. દિપાવલી બાદ જયારે વરસાદ પૂર્ણ રીતે થંભી જશે અનેનવા ચોમાસુ શાકભાજીની આવક પણ વધશે. તે પછી ભાવ ઘટશે. છતાં જથ્થાબંધ અને રીટેલ ભાવ વચ્ચે જે મોટો તફાવત છે. તેને ઘટાડવા માટે કોઈ પ્રયાસ થાય તો તેનાથી લોકોને રાહત મળે પણ ભાગ્યે જ આ દિશામાં કામકાજ થાય છે.