Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાવ પેટાચૂંટણીમાં 70.5 ટકા મતદાન, ભાજપ, કૉંગ્રેસ કે અપક્ષ બાજી મારશે?

geniben thakore
, ગુરુવાર, 14 નવેમ્બર 2024 (10:39 IST)
બુધવારે ગુજરાતની બહુચર્ચિત વાવ વિધાનસભા બેઠક માટેની ચૂંટણીનું મતદાન સમાપ્ત થયું હતું. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, અહીં લગભગ 70.5 ટકા જેટલા મતદારોએ તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો.
 
ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, અહીં સવારે સાત વાગ્યાથી 192 મતદાન કેન્દ્રોનાં 321 મતદાનમથકોએ મત પડ્યા હતા. વીવીપીએટ કે ઈવીએમ ખોટકાવાની છૂટક ઘટનાઓ વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.
 
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર તથા કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે જંગ જામતો હોય છે, પરંતુ ભાજપના નેતા માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ચૂંટણીજંગ ત્રિપાંખિયો બન્યો હતો. આ બેઠક ઉપર કુલ 10 ઉમેદવાર ચૂંટણીમેદાનમાં ઊતર્યા છે.
 
પટેલ પણ પોતાના વિજય માટે આશાન્વિત છે. ભાજપે મતદાન પૂર્વે માવજીભાઈ પટેલ સહિત પાંચ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાંથી કૉંગ્રેસ પક્ષનાં ગેનીબહેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતાં, પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ સંસદસભ્યપદે ચૂંટાઈ આવતાં, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
 
તા. 20 નવેમ્બરના ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તથા 47 જેટલી અન્ય પેટાચૂંટણીની સાથે વાવ બેઠક માટે પણ મતગણતરી યોજાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુ-કાશ્મીરમાં બાળકોને પિકનિક પર લઈ જવા પર પ્રતિબંધ