Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vande Bharat train Inauguration: ગુજરાતને મળ્યો બુલેટ ટ્રેનનો રેકાર્ડ તોડનાર ટ્રેનની ભેંટ, ખાસિયત ચોંકાવશે

Vande Bharat train Inauguration: ગુજરાતને મળ્યો બુલેટ ટ્રેનનો રેકાર્ડ તોડનાર ટ્રેનની ભેંટ, ખાસિયત ચોંકાવશે
, શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (16:02 IST)
Vande Bharat Features: પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આજે તેમના પ્રવાસના બીજા દિવસે તેણે ગુજરાતને એક મોટી ભેંટ આપી. પીએમ મોદીએ સવારે સાડા 10 વાગ્યે ગાંધીનગર અને મુંબઈ સેંટ્રલના વચ્ચે સ્વદેશી હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસના નવા અને અપગ્રેટેડ વર્જનને ફ્લેગ ઓફ કરી. દેશમાં આ ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે. તેનાથી ગાંધીનગર અને મુંબઈ સેંટ્રલના વચ્ચે 500 કિલોમીટરની યાત્રા 5 કલાક 10 મિનિટમાં પૂરી થઈ જશે. ઉદ્ઘાટન બાદ 30 સપ્ટેમ્બરથી જ લોકો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. 
 
શા માટે ખાસ છે વંદે ભારત ટ્રેન 
આ ટ્રેન બુલેટ ટ્રેનથી પણ તેજ એક્સીલરેશન 0-100 ની સ્પીડ માત્ર 52 સેકંડમાં પકડી લે છે અને આ એક્સીલરેસનમા% 3 સેકંડ આગળ છે. બુલેટ ટ્રેન 0-100ની સ્પીડ મેળવવામાં 55 સેકંડ લગાવે છે. 
વંદે ભારત એક્સપ્રેસ તેમની સ્પીડ, સેફ્ટી અને સર્વિસ માટે ઓળખાય છે. 
વંદે ભારત એક્સપ્રેસ 160 કિમી દર/કલાકની 'મહત્તમ ઝડપ સુધી દોડી શકે છે'
તેમાં શતાબ્દી ટ્રેન જેવી ટ્રેવલ કલાસ છે, જે પેસેંજર્સને સારી સર્વિસ આપે છે. 
બધા કોચમાં ઑટોમેટિક બારણા, એક જીપીએસ આધારિત ઑડિયો-વિજુઅલ યાત્રી સૂચના પ્રણાલી, મનોરંજન માટે ઑનબોર્ડ હૉટ્સ્પૉટ વાઈ-ફાઈ અને ખૂબજ આરામદાયક બેસવાની જગ્યા છે. 
એગ્જીક્યુટિવ ક્લાસમાં રોટેટિંગ ખુરશીઓ અને બાયો વેક્સ્યુમ ટૉયલેટ પણ છે. 
 
પહેલા કરતા શું ફેરફાર થયા? 
સીટસને પહેલા કરતા વધારે કમફ્ર્ટેબલ અને સોફ્ટ કરાયું છે. 
નવી વંદે ભારતમાં 1128 સીટ છે જેમં 2 કોચમાં એગ્જીક્યુટિવ ચેયર કાર છે. 
નવી વંદે ભારતમાં કવચ સિસ્ટમ કામ કરશે, જેમાં એક પાટા પર બે ટ્રેન આવતા જ બ્રેકિંગ સિસ્ટમ કામ કરશે. 
સુરક્ષાને ધ્યાનમાં રાખતા દરેક કોચમાં બે ઈમરજંસી વિંડો પણ આપેલી છે. 
દરેક કોચમાં 8 સીસીટીવી કેમરા લગાવેલ છે. 
વંદે ભારત ટ્રેન સેલ્ફ પ્રોપેલ્ડ સિસ્ટમ પર કામ કરે છે. આ સિસ્ટમ આશરે દરેક બીજા કોચના નીચે લાગેલા હોય છે. 
6000 એચપીની તાકાત મવી વંદે ભારતને મળશે તો તેમજ 100 Kmની સ્પીડ મળ્યા પછી 12000 એચપીની તાકાત નવી વંદે ભારતને મળે છે. 
ડ્રાઈવર કેબિનમાં હાઈટેક ફીચર્સ છે, જ્યાં ડ્રાઈવરને બધી જાણકારી ડિજીટલ મોડમાં મળતી રહે છે. 
ડ્રાઈવર યાત્રીથે અને યાત્રા ડ્રાઈવરથી ટૉક બેક ડિવાઈસથી વાત કરી શકશે. 
 
બે રૂટ પર ચાલશે વંદે ભારત 
દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ બે રૂટ નવી દિલ્હી -શ્રી વૈષ્ણો દેવી માતા, કટરા અને નવી દિલ્હી-વારાણસીના વચ્ચે ચાલી રહી છે. ગાંધીનગર રાજધાની અને મુંબઈની વચ્ચે શરૂ કરાઈ રહી વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ વર્ષની શરૂઆતમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ ખજુરાહોથી પણ વંદે ભારત એક્સપ્રેસના સંચાલનની જાહેરાત કરી હતી. જલ્દી જ આ ટ્રેન આખા દેશમાં ચાલશે. 
(Edited By - Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડાપ્રધાન મોદીએ તેમનો કાફલો અટકાવી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો