Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા ભારતીય નૌસેના દ્વારા શરૂ થયું ઓપરેશન ‘સમુદ્ર સેતુ’

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા ભારતીય નૌસેના દ્વારા શરૂ થયું ઓપરેશન ‘સમુદ્ર સેતુ’
, ગુરુવાર, 7 મે 2020 (12:01 IST)
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે રાષ્ટ્રીય પ્રયત્નોના એક ભાગરૂપે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા ભારતીયોને પાછા લાવવા માટેનું ઓપરેશન ૮ મે, ૨૦૨૦થી શરૂ થશે. આ ઓપરેશનના ભાગરૂપે હાલ બંને જહાજો સાથે રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની 'માલે' બંદર પર જવા માટે ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો રવાના થઈ ચૂક્યા છે.
 
વિદેશમાં વસતા ભારતીયો પર કોવિડ-19 ના રોગચાળાની શું અસર છે તેની પરિસ્થિતિ પર સરકાર ખૂબ બારીકાઈથી નજર રાખી રહી છે. ભારતીય નૌકાદળને સમુદ્ર માર્ગે ભારતીયોને પાછા લઇ આવવા માટે યોગ્ય તમામ તૈયારીઓ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 
webdunia
રિપલ્બિક ઑફ માલદીવ્સમાં સ્થિત 'ધ ઇન્ડિયન મિશન' ભારતીય નૌસેનાના જહાજો પર જનારા ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યું છે. 'ધ ઇન્ડિયન મિશન' જરૂરી મેડિકલ સ્ક્રીનીંગ બાદ આ ભારતીયોને જહાજ પર સરળતાથી પહોંચાડવામાં પણ મદદ કરશે. પહેલી યાત્રામાં કુલ ૧ હજાર લોકોને માલદીવ્સથી પરત લાવવાની યોજના છે, જે દરમિયાન જહાજની વહન ક્ષમતા અને જહાજ પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓની સાથે-સાથે કોરોના વાયરસ સંબંધિત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે. 
 
જહાજને આ આખા ઓપરેશન માટે સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું છે. માલદીવ્સથી છોડાવવામાં આવેલા ભારતીયોને દરિયાઇ સફર દરમિયાન સંપૂર્ણ પાયાની સુવિધાઓ તેમજ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કોવિડ-૧૯ સાથે સંકળાયેલા પડકારોને ધ્યાનમાં રાખીને આ સમગ્ર યાત્રા માટે કડક પ્રોટોકોલ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. 
webdunia
છોડાવવામાં આવેલા ભારતીયોને કેરળના કોચિ ખાતે ઉતારવામાં આવશે અને આ તમામની જવાબદારી રાજ્યના સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવશે. આ સમગ્ર ઓપરેશન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને અન્ય વિવિધ એજન્સીઓ તેમજ રાજ્ય સરકારોના સહકારથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવવામાં આવી છે.
[10:52, 07/05/2020] dushyant karnal: રેડઝોન સહિત રાજ્યભરના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં ૮ પેરામિલિટરી ફોર્સના અભેદ્ય કિલ્લાથી ચાંપતી નજર રખાશે
 
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી સાથેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાશે. લોકડાઉનના અમલ સંદર્ભે શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રમાણ વધુ છે તેવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 
 
કેન્દ્ર સરકાર દ્વારા ૬ બી.એસ.એફ અને ૧ સી.આઇ.એસ.એફ મળી કુલ ૭ વધારાની કંપનીઓ ફાળવી દેવાઇ છે. તે પૈકી ૫ કંપનીઓ અમદાવાદ ખાતે કાર્યરત કરાશે આ માટે કુલ ૮ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા સુરક્ષાની અભેદ્ય કિલ્લા બંધી સાથે સંક્રમિ…
[10:55, 07/05/2020] dushyant karnal: અમિત ચાવડાના આક્ષેપોનો પ્રદિપસિંહ જાડેજાએ આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું 'કોંગ્રેસ પરપ્રાંતિય શ્રમિકોને ઉશ્કેરવાના ષડયંત્રો કરે છે'
 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને કારણે કોરોના મહામારી ફેલાઇ છે એવા કરેલા આક્ષેપને એમની અજ્ઞાનતા સમાન ગણાવી તીવ્ર આલોચના કરી છે. ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એ દિવસોમાં કોરોનાની કોઇ બિમારી ભારતમાં કે ગુજરાતમાં હતી જ નહિ. તેમણે ઉમેર્યુ કે, આ કાર્યક્રમને મળેલી સફળતાથી કોંગ્રેસના પેટમાં જે તેલ રેડાયું તેનો બળાપો આ શબ્દો અને નિવેદનોથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કાઢી રહ્યા છે. વિશ્વમાં આજે કોરોનાની આ મહામારી ફેલાઇ ગઇ છે અને એને નાથવા મહાસત્તાઓ કામે લાગી છે ત્યારે કોરોનાના ગુજરાતમાં વ્યાપ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારને દોષિત ઠેરવીને કોંગ્રેસ મગરના આંસુ સારે છે. 
 
રાજ્ય સરકારે કોરોના સંક્રમણ વ્યાપ વધે તે પહેલા જ આરોગ્યતંત્રને આગોતરા આયોજનથી જોતરીને રાજ્યમાં જિલ્લા મથકો, મહાનગરો સુધી સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલો ર૧પ૦૦થી વધુ બેડ સાથે શરૂ કરાવી છે. એટલું જ નહિ, કોરોનાના ટેસ્ટીંગમાં પણ મોટાપાયે એટલે કે દસ લાખે હજાર વ્યકિતઓના ટેસ્ટીંગ સામે સૌથી વધુ ટેસ્ટ અમદાવાદમાં કરાવેલા છે. આ બધા ઉપરાંત વેન્ટીલેટર્સ, PPE કિટ, N-95 માસ્ક અને તબીબો-આરોગ્યકર્મીઓની સેવા પરાયણતાથી કોરોના સામે જંગ આદર્યો છે. 
 
કોરોનાને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં કોઇ ગરીબ-શ્રમિક-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સૂવા વારો ના આવે તેની ચિંતા કરીને અંત્યોદય NFSA, APL-1 અને જેમની પાસે કાર્ડ ન હોય તેવા શ્રમિકોને અન્નબ્રહ્મ સહિત રાજ્યના ૯ર ટકા ઉપરાંત લોકોને પાંચ તબક્કામાં વિનામૂલ્યે ૪ર.૪૮ કવીન્ટલ અનાજ જેની કિંમત રૂ. ૯૮૧ કરોડ થવા જાય છે તે વિતરણ મૂલ્ય છે. ગૃહ મંત્રીશ્રીએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના શ્રમિકોને વતન પરત મોકલવાના મૂદે જે આક્ષેપો કરી રહ્યા છે તેનો સચોટ જવાબ આપ્યો હતો. 
 
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ગુજરાતે સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રેન અન્ય રાજ્યો માટે રવાના કરી છે. અત્યાર સુધીમાં ૩૯ ટ્રેન બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસા જેવા રાજ્યોમાં ગઇ છે અને બીજી ૩૦ ટ્રેન બુધવારે જવાની છે તેમાં ૮ર હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો વતન ગયા છે. એટલું જ નહિ, રસ્તા માર્ગે, બસ દ્વારા, ખાનગી વાહનો દ્વારા એમ કુલ ૩ લાખ ૭પ હજાર શ્રમિકોને પોતાના વતન રાજ્ય પહોચાડવાનું આયોજન પાર પાડયું છે. અમે આવા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતનમાં મોકલવામાં પણ પૂરતી તકેદારી રાખી છે તેમના આરોગ્યનું પરિક્ષણ થાય, સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જળવાય તેમજ રસ્તામાં તેમની ખાવા-પીવાની વ્યવસ્થા સહિતની ચિંતા કરી છે. 
 
તેમણે કહ્યું કે, ૩ હજારની કેપેસિટીની ટ્રેનમાં ૧ર૦૦ વ્યકિતઓને જ જવા દઇએ છીયે. એટલું જ નહિ, સ્ટેશન પર પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવીએ છીએ.  નજીવું ભાડું પણ કેન્દ્ર સરકાર દ્વારા ઉપાડવાં આવે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રુમખ આવા જેમને વતનમાં જવું છે તેવા પરપ્રાંતિય શ્રમિકોની યાદી તેમની પાસે છે એવું કહીને તેમને ઉશ્કેરી રહ્યા છે અને તેથી આવા શ્રમિકો પર કેસો થજાય છે એવી બેજવાદાર વર્તણૂંક કરે છે તેની આકરી આલોચના જાડેજાએ કરી છે. ગૃહ રાજ્ય મંત્રીએ કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ જ કરી રહી છે એમ સ્પષ્ટપણે જણાવતાં કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના સંક્રમણને વધારવાનું ઘોર પાપ કરનારા તબલીકી જમાતના લોકોને વખોડતો એક હરફ પણ કોંગ્રેસના કોઇ નેતા કેમ ઉચ્ચારતા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રમિકોને ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ, વતનમાં પરત મોકલવાનું સુંદર આયોજન કરી રહી છે ત્યારે માત્રને માત્ર તેમને ઉશ્કેરવાનું ષડયંત્ર કોંગ્રેસ કરે છે તે સખત નિંદનીય છે.
[11:05, 07/05/2020] dushyant karnal: અમદાવાદમાં કોરોનાને કંટ્રોલમાં કરવા દેશના નામાંકિત અને શ્રેષ્ઠ ત્રણ તબીબોને લેશે ગુજરાતની મુલાકાત
 
અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને ગંભીરતાથી લઇને મેડીસિટી કેમ્પસમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ જેઓ સારવાર લઇ રહ્યા છે તે બધા સહિત કોરોના સંક્રમિતોની વધુ સારી સારવાર થઇ શકે અને આ સંક્રમિતોની સારવાર કરી રહેલા તબીબો-મેડિકલ ટીમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ભારતના ખ્યાતનામ – શ્રેષ્ઠ ત્રણ તબીબોને સ્પેશીયલ વિઝીટ માટે મોકલવા મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને પત્ર લખી અનુરોધ કર્યો છે. વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે આ સંદર્ભે ફોન દ્વારા વિગતે વાતચીત કરી હતી.
 
મુખ્યમંત્રીએ આ ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે અને એઇમ્સ નવી દિલ્હીના…

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Wine- દારૂની હોમ ડિલીવરી કરશે જોમેટો? લોકડાઉનમાં કરી આ તૈયારી