Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

વડોદરામાં દોઢ માસના બાળકને માથે લઈ જતાં પિતાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ

vadodara rain photos
, ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (12:13 IST)
વડોદરાનાં અનેક વિસ્તારો હાલ પાણીમાં છે ત્યારે લોકોનાં ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક દર્દીને હોસ્પિટલમાં લઇ જવા માટે ખાટલાનો ઉપયોગ કરીને લોકો ખભા પર બેસાડીને લઇ જાય છે. તો ક્યાંક નવજાત બાળકોને માથે મુકીને લઇ જવા પડી રહ્યાં છે.આ તસવીર હાલ ઘણી જ વાયરલ થઇ રહી છે. જેમાં એનડીઆરએફની ટીમે દોઢ માસની એક બાળકીને માથા પર મુકીને બચાવવામાં આવી હતી.વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે. જોકે, વડોદરાની એક સોસાયટીમાં પિતાના માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત સ્થળે જતા નજરે પડ્યા હતા.જેથી કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય હતું એવું જ આ દ્રશ્ય સર્જાયું હતું. પરંતુ કૃષ્ણને લઇ જતા વાસુદેવને તો નવજાત ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શ કરી મા યમુનાએ માર્ગ કરી આપ્યો હતો. પણ આ પિતા કે વાલીએ તો ધસમસતા જળ પ્રવાહમાંથી ભગીરથ પ્રયત્ન કરી માર્ગ કાઢવો પડ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રો કબડ્ડી સિઝન 7: આજે ગુજરાત જાયન્ટસ દબંગ દિલ્હીને આપશે ટક્કર