Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

વડોદરા સામૂહિક આપઘાત- નરેન્દ્રભાઈ સોની કોલ્ડડ્રિંક્સમાં જંતુનાશક દવા નાંખી બધાને પીવડાવી દીધી

Gujarat News in Gujarati
, શુક્રવાર, 5 માર્ચ 2021 (20:00 IST)
નરેન્દ્રભાઈ સોની કોલ્ડડ્રિંક્સમાં જંતુનાશક દવા નાંખી બધાને પીવડાવી દીધી
વડોદરા સામૂહિક આપઘાતનો મામલો
હાલ ભાવિન સોની સહિત 3ની સારવાર ચાલુ
ભાવિન સોનીનાં નિવેદનનાં આધારે પોલીસ તપાસ
2015થી અલગ અલગ ધંધા વ્યવસાય કર્યા
2018 માં મકાન વેચવા કાઢ્યું પણ યોગ્ય સોદો ન થયો
ત્યારબાદ 32 લાખ રૂ.જ્યોતિષમાં જતાં રહ્યાં
. નરેન્દ્ર સોની સામે હત્યાનો ગુનો દાખલ કરાયો
. 9 જ્યોતિષીઓ સામે પણ છેતરપિંડીનો ગુનો દાખલ થયુ છે 
વડોદરા સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યુ છે. એક જ પરીવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનું પગલું ભર્યુ હતું

પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે ત્યારે ભાવિનની પૂછપરછ કરતાં તેની માતા દિપ્તી અને તેની પત્ની ઉર્મિ ગંભીર હોવાને કારણે વધુ વિગતો બહાર આવશે. એસીપી રાઠોડે જણાવ્યું હતું કે, “ત્રણેયમાંથી ભાવિન એકલા જણાય છે જેની તબિયત વધુ સારી છે
 
આર્થિક તણાવના કારણે કથિત રૂપે વડોદરાના સમા વિસ્તારમાં પિતાએ પરિવારના 6 લોકોને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવતા ત્રણ લોકોમાં ત્રણ વર્ષનો બાળક પણ હતો.અન્ય ત્રણની વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.
 
બુધવારે સાંજે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ભાવિન સોની (24) નો ફોન આવ્યો હતો, જેમાં તેણે જાણ કરી હતી કે તેણે તેના પરિવારના પાંચ સભ્યો સાથે મળીને જંતુનાશક ભેળવેલ સોફ્ટ ડ્રિંક્સ પી લીધી હતી. સભ્યોમાં સમાવેશ થાય છે - નરેન્દ્ર- 48, દિપ્તી- 45, ઉર્મી- 22, રિયા- 21, અને પાર્થ- 3, એમ પોલીસે જણાવ્યું હતું. 
 
વડોદરામાં સામુહિક આપઘાત કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું છે. જેમાં આ નવો ખુલાસો થયો છે. ભાવિન સોનીનાં નિવેદનમાં કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવાર જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો. જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા ખંખેર્યા હતા. આ ઉપરાંત ભાવિન સોનીએ પોલીસને પણ જણાવ્યું છે કે આખો સુસાઇડનો પ્લાન કેવી રીતે ઘડવામાં આવ્યો હતો
 
ડીસીપીએ જણાવ્યું કે, 3 માર્ચના રોજ સવારે 11-30 કલાકે નરેન્દ્રભાઇ સોની ખંડેરાવ માર્કેટ ગયા હતા અને ત્યાંથી ગુજરાત સ્ટોર્સમાંથી જંતુનાશક દવા ખરીદીને લાવ્યા હતા. જ્યારે ભાવિન સોની પોતાના ઘર નજીક આવેલ સૌરાષ્ટ્ર પાન મસાલામાંથી પેપ્સી અને મિરીન્ડા લઇ આવ્યો હતો. બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઈડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી. સુસાઇડ નોટને પોલીસે FSLમાં તપાસ માટે મોકલી આપી છે.
 
આ કેસમાં પરિવાર જ્યોતિષીઓનાં ચક્કરમાં આવી ગયો હોવાનું જણાવ્યુ. પરિવાર હેમંત જોશી નામનાં જ્યોતિષનો સંપર્ક કર્યો હતો
. ત્યારબાદ 32 લાખ રૂ.જ્યોતિષમાં જતાં રહ્યાં
. નરેન્દ્ર સોની સામે હત્યાનો ગુનો દાખલ કરાયો
. 9 જ્યોતિષીઓ સામે પણ છેતરપિંડીનો ગુનો દાખલ થયુ છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આણંદમાં આત્મહત્યા: માતા અને પુત્રનું મોત, પુત્રીની હાલત ગંભીર