Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vadodara Crime - લોનનું ઊંચુ વ્યાજ ન ભર્યું તો વ્યાજખોvએ વડોદરાની મહિલાના નામ સાથે 'એક રાતના રુ. 500' લખી મેસેજ વાઈરલ કર્યો

Vadodara Crime - લોનનું ઊંચુ વ્યાજ ન ભર્યું તો વ્યાજખોvએ વડોદરાની મહિલાના નામ સાથે 'એક રાતના રુ. 500' લખી મેસેજ વાઈરલ કર્યો
, શનિવાર, 14 મે 2022 (14:30 IST)
વડોદરાના મહિલાના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં લોન આપતી ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનના માધ્યમથી મહિલાની જાણ બહાર લોન આપી હતી. જે બાદ મહિલાને વ્યાજ સાથે રૂપિયા ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. છતાં, મહિલાએ દાદ ન આપતા સાયબર માફિયાઓએ મહિલાના આધાર કાર્ડના નંબર સાથે " call girl 500 for one night" લખીને સગા સંબંધીઓનો મોકલવામાં આવ્યા હતા. 
 
આખરે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા મહિલા રાધિકાબેનને ( નામ બદલ્યું છે ) સાયબર માફિયાઓનો કડવો અનુભવ થયો છે. રોમાબેને સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, અગાઉ 21 એપ્રીલ, 22 થી 13 મે, 22 દરમિયાન અજાણ્યા ઇસમે મહિલાની જાણ બહાર તેઓના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં રૂપિયા 1,950 ની લોન આપી હતી. આ લોન ઇન્સ્ટન્ટ લોન તથા હેલ્લો રૂપિ લોન મોબાઇલ એપ્લીકેશન મારફતે લેવામાં આવી હતી. જે બાદ મહિલાને અલગ અલગ નંબર પરથી વ્યાજ સાથે રૂપિયા 3 હજાર ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જે બાદ તો સાયબર માફિયાઓએ તમામ હદ વટાવીને મહિલાના આધાર કાર્ડ પર "call girl 500 for one night" એવું લખાણ લખીને મહિલાના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ નંબરોને વોટ્સએપના મારફતે મોકલી આપ્યા હતા. જેને કારણે મહિલા ચોંકી ઉઠી હતી. 
 
સાયબર માફિયા આટલેથી નહિ અટકતા મહિલાની દીકરીના મોર્ફ ફોટો વાઈરલ કરવાની ધમકીઓ પણ આપતા હતા.માનસીક હેરાન મહિલાએ સમાજમાં બદનામ કરતી લોન આપનાર એપ્લીકેશન હેલ્લો રૂપિ લોન, તથા ઇન્સ્ટન્ટ લોન સહિત 4 અજાણ્યા મોબાઇલ નંબર ધારકો સામે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Crime - તમારી દીકરીને મારા દીકરા સાથે જ પરણાવવી પડશે, પાડોશીની ધમકીથી 17 વર્ષીય દીકરીની આત્મહત્યા