Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક જ ATMમાંથી પૈસા કાઢનાર 3 આર્મી જવાનો કોરોના ચપેટમાં

એક જ ATMમાંથી પૈસા કાઢનાર 3 આર્મી જવાનો કોરોના ચપેટમાં
, શુક્રવાર, 24 એપ્રિલ 2020 (12:03 IST)
ગુજરાતમાં કોરોના વાયરસનો ખૌફ વધતો જાય છે. વડોદરામાં આર્મીના ત્રણ જવાનો તેની ચપેટમાં આવી ગયા છે. સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ત્રણે જવાનોને એટીએમ બૂથ દ્વારા કોરોના સંક્રમિત થયા હોવાની આશંકા છે કારણ કે કારણ કે ત્રણેય જણે તે દિવસે એક જ એટીમાંથી પૈસા કાઢ્યા છે. તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. 
 
દેશભરમાં કોરોના સંક્રમણથી બચવા અને તેની સારવાર માટે સરકારી સ્તર પર પગલાં ભરવામાં આવ્યા છે. અત્યારે થોડા દિવસો પહેલાં જ ભારતીય સેનાએ પણ પોતાના કર્મચારીઓ માટે સખત નિર્દેશ જાહેર કર્યા છે. સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નિર્દેશોનું સખત પાલન કરવામાં આવશે. 
 
તમાન સૈન્ય પ્રતિષ્ઠાનો, છાવણીઓ અને એકમોમાં સખત રૂપથી નો મૂવમેન્ટનું પાલન કરવામાં આવશે. તેનો અર્થ સેનાની અવર-જવર પર પૂર્ણ પાબંધી. આ સમયગાળામાં ફક્ત જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને જ અવર-જવરની પરવાનગી આપવામાં આવી છે.
 
ગુજરાતમાં ગુરૂવારે કોરોના વાયરસના 217 નવા કેસ સામે આવ્યા બાસ સંક્રમિતોની સંખ્યા વધીને 2624 થઇ ગઇ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નવા ગત ગત રાત્રે સામે આવ્યા છે. અમદાવદમાં 151 કેસ નોંધાયા છે જ્યારે સૂરત 41, વડોદરામાં 7 અને ભરૂચમાં 5 કેસ આવ્યા છે.
 
આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ સંક્રમણના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું લોકોના મોતની સાથે મહામારીથી મરનારાઓની સંખ્યા 112 થઇ ગઇ છે. તેમણે કહ્યું હતું કે ગત 24 કલાકમા6 79 લોકો સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારનું બિલ જોઇ પગ નીચેથી જમીન ખસી જશે