Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Magnet Man-વેક્સીનેશન પછી શરીરના ચુંબક બનાવવાની ફોટા વાયરલ CMO એ કહી આ વાત

Magnet Man-વેક્સીનેશન પછી શરીરના ચુંબક બનાવવાની ફોટા વાયરલ CMO એ કહી આ વાત
, શુક્રવાર, 11 જૂન 2021 (20:43 IST)
મહારાષ્ટ્રના નાસિકમાં ચોંકાવનાર દાવો સામે આવ્યુ છે. જ્યાં એક વ્યક્તિ કોરોનાની બીજી ડોઝ લગાવ્યા પછી કહ્યુ કે તેના શરીરમાં સ્ટીલ અને લોખંડની વસ્તુઓ ચોંટી રહી છે. આ વ્યક્તિનો નામ અરવિંદ સોનાર છે. તેમનો દાવો છે કે તેમના શરીર પર સ્ટીલના ચમચી, પ્લેટ અને વાસણ ચોંટી રહ્યા છે. 
 
હકીકતમાં અરવિંદ સોનારએ 9 માર્ચને કોવિશીલ્ડ વેક્સીનની પ્રથમ ડોઝ અને બે જૂનને બીજો ડોઝ લીધુ હતું. આ બધુ ત્યારે શરૂ થયો જ્યારે અરવિંદના દીકરાએ વીડિયોમાં સાંભળ્યુ કે વેક્સીન લગ્યા પછી આવુ થઈ રહ્યો છે. દીકરાએ તેમના પિતાથી જ્યારે આ જણાવ્યુ તો તેણે વિચાર્યુ કે અમે પણ તેને અજમાવીને જુએ છે. 
 
દાવો છે કે અરવિંદના શરીર પર પણ સ્ટીલ અને લોખંડની વસ્તુ ચોંટવા લાગી. તેણે તેનો વીડિયો પણ બનાવ્યો પણ જ્યારે આ ઘટના થઈ તો બધાને લાગ્યો કે કદાચ પરસેવા કે શરીરની ભેજના કારણે આવુ થઈ રહ્યો છે. પછી અરવિંદને નવડાવ્યો. દાવો છે કે ત્યારબાદ પણ તેના શરીરથી લોખંડની વસ્તુઓ ચોંટતી રહી. 
 
બાબતને લઈને નાસિક જિલ્લાના cmo અશોક થોરાતએ કહ્યુ કે આ શોધનો વિષય છે. પણ વેક્સીન લગાવ્યા પછી આવુ થયુ છે. હું આ દાવાને નામંજૂર કરું છું. તેણે આ પણ કહ્યુ કે આ વિશે અત્યારે કોઈ ટીકા કરવી ત્વરિતતા થશે. તેની તપાસ પછી જ આ નિષ્કર્ષ કરી શકાય છે. 
 
ત્યાં અરવિંદ સોનાર અને તેમના પરિવાર આ જાણવા ઈચ્છે છે કે આખરે શરીરમાં આ ફેરફાર કેવી રીતે આવ્યો. આ બાબત પર મહારાષ્ટ્ર અંધવિશ્વાસ નિર્મૂલન સમિતિ જે અંધવિશ્વાસ, કર્મકાંડના વિરૂદ્ધ કામ કરે છે. તેણે દાવો કર્યુ કે આ બાબત સામાન્ય છે. શરીર પર જ્યાં વાળ નહી હોય ત્યાં વાસણ અને પ્લાસ્ટીકની વસ્તુઓ ચોંટી શકે છે. 
 
 જણાવીએ કે સોશિયલ મીડિયા પર પણ છેલ્લા કેટલાક લોકોએ હેશટેગ ચલાવ્યો કે કોરોના વેકસીનથી શરીરમાં કોઈ એવી ધાતુ કે ચિપ નખાઈ રહી છે જેના કારણે હાથમાં વેક્સીન વાળી જગ્યા પર ચુંબક ચોંટી જાય છે. આવુ કહેતા લોકોએ વેક્સીન વાળા હાથમાં ચુંબક ચોંટાડીને વીડિયો પણ બનાવ્યા અને તેને ‘#covidmagnetchallenge’ જેવા હેશટેગ્સની સાથે ખૂબ શેયર કર્યા. 
 
દુનિયાના વિશેષજ્ઞોએ આ વાતની પુષ્ટિ કરી છે કે કોરોનાની વેક્સીન દ્વારા શરીરમાં માઈક્રોચિપ કે મેગ્નેટિક ધાતુના કણ નાખવાના દાવો બિલ્કુલ ફેક છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેબિનેટમાં ફેરફારની તૈયારી, પીએમ મોદી સાથે અમિત શાહ અને જેપી નડ્ડાની બેઠક