Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

અમદાવાદના વેપારીઓ માટે પોલીસ અને AMC દ્વારા વેક્સિનેશન કેમ્પ શરુ કરાયા, આજે 800 વેપારીઓને વેક્સિન અપાશે

વેક્સીન નહી તો વેપાર નહી કરવા દેવામાં આવે

વેક્સિનેશન કેમ્પ
, શુક્રવાર, 11 જૂન 2021 (15:46 IST)
ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેરે ખૂબ જ કહેર વરસાવ્યો છે. અનેક લોકોએ ક્યારેક સમયસર હોસ્પિટલમાં બેડ ન મળતા, તો કેટલાકને બેડ મળ્યો પણ ઓક્સિજન કે ઈંજેક્શનની અછતને પગલે પોતાના સ્વજનોને ગુમાવવા પડ્યા છે. હવે દોઢ મહિના બધુ બંધ રહ્યા પછી ગુજરાતે કોરોના પર નિયંત્રણ મેળવી લીધો છે.  જેના પગલે આજથી ગુજરાતમાં ધીરે ધીરે બધુ અનલોક થઈ રહ્યુ છે. છતા કોઈ બેદરકારી ન રાખે અને પ્રોટોકોલનુ પાલન થાય તેનુ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.   આ માટે સૌથી મોટુ હથિયાર વેક્સીનેશન પર ખૂબ જોર આપવામાં આવી રહ્યો છે. નાના- મોટા વેપારીઓ રોજગાર ધંધો કરે છે તેમની પોલીસ દ્વારા વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે 
 
 વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પ શરૂ 


અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાના- મોટા વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.  આજે શહેરના કાલુપુરના તમામના માર્કેટ અને જમાલપુર APMC માર્કેટના વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની સેકટર 1 જેસીપી આર.વી અસારીએ શરૂઆત કરાવી છે. કાલુપુરના વેપારીઓ માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર APMC માર્કેટના વેપારીઓ માટે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજથી વેક્સીનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.
 
 વેપારીઓ હવે સુપર સ્પ્રેડર ન બને તેને લઈ વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી છે. શહેર પોલીસ અને AMC દ્વારા સાથે મળી કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે. બે ડોઝ લીધા છે કે નહી તેની પણ તપાસ કરશે અને જો કદાચ ન લીધા હોય તો તેમને વેપાર કરવા દેવામાં ન આવે એવા પણ પગલા લઈ શકાય છે. જેથી તમામ વેપારીઓએ વેક્સિન લેવી જોઈએ. 
 
આજે 800 જેટલા વેપારીઓને વેક્સિન આપવામાં આવશે. 
 
શહેરના શરુ થયેલા કેમ્પમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં  કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે 45 વર્ષથી ઉપરના મસ્કતી માર્કેટ, પાંચકુવા કાપડ માર્કેટ, રતનપોળ માર્કેટ તેમજ અન્ય બજારના વેપારીઓ માટે કાલુપુર, સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સિનેશન કેમ્પમાં સેક્ટર-1 જેસીપી આર.વી અસારી, ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણ, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મુખ્ય મહંત અને જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તેમજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
 
અમદાવાદમાં 21 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો
 
 એક મહિના પછી અમદાવાદમાં કો-વેક્સિનનો બીજો ડોઝ લેવા લોકોની લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને 18થી 44 વયજૂથના લોકો માટે સરકારે કો-વેક્સિન ઈન્ટ્રોડ્યુઝ કરી હતી. દેશમાં પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ જ્યારે 21 લાખથી વધુએ એક ડોઝ લઈ લીધો છે. બુધવારે કુલ 33,503એ રસી મુકાવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદનું કપલ લગ્ન બાદ હનીમૂન પર બેંગકોક ગયું, પત્નીએ વિદેશમાં દારૂ ના પીધો તો પતિએ ત્યાં જ થપ્પડ મારી