Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ ખેડૂત બિલના વિરોધમાં 25મીએ હડતાલ પાડશે

ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ ખેડૂત બિલના વિરોધમાં 25મીએ હડતાલ પાડશે
, બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (14:46 IST)
સરકારે તાજેતરમાં ખેડૂતોને એપીએમસીથી મુક્તિ આપી કરેલા વિવિધ કૃષિ સુધારાનો ખેડૂત સંગઠનો દ્વારા આપેલા દેશવ્યાપી હડતાળને સમર્થન આપીને ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસીએશને પણ આગામી તા. 25-9-2020 શુક્રવારે ઊંઝા ગંજબજાર બંધ એલાન જાહેર કર્યું છે. સરકારના કૃષિ સુધારાઓને પગલે યાર્ડમાં કામકાજ કરતાં લાખો આડતીયાઓ તથા મજુર ભાઈઓ બેરોજગાર થવાની ભીતિથી ભારે વિરોધ થયો છે. તાજેતરમાં સરકારે જાહેરનામું બહાર પાડીને કૃષિ પેદાશો ઉપર એપીએમસી દ્વારા નિયમન નાબુદ કરી ખેડૂતોને પોતાના કૃષિ માલ એપીએમસી બહાર વેચાણ કરવા લીલીઝંડી આપી છે. આથી એપીએમસી હદ બહાર કૃષિ માલોને કોઈપણ વેચાણ કરવાની ખેડૂતોને છૂટ આપવામાં આવી છે. જેનાથી એપીએમસીના અસ્તિત્વ ઉપર ખતરો ઉભો થતાં તેની અસરથી વેપારીઓને પણ નુકશાનકર્તા બની રહેશે તેવી ભીતિ  ઉભી થઈ છે. ખેડૂતોના હિતમાં કહીને લેવાયેલું આ પગલું ખરેખર તો મોટી કોર્પોરેટ કંપનીઓને ફાયદો કરાવી ખેડૂતોને ઠગવા માટેની નીતિ પુરવાર થઈ રહી હોવાની સંભાવનાઓ વ્યક્ત થઈ છે. આ સંદર્ભે ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસીએશનની આજે મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિમર્શ બાદ પ્રમુખ જયંતિભાઈ પટેલના જણાવેલ છે કે બીલમાં સુધારાઓથી એપીએમસીમાં વેપાર કરનાર આડતીયાઓ અને વેપારીઓ બેરોજગાર થઈ જશે. ઉપરાંત લાખોની સંખ્યામાં મુનીમો, ટ્રાન્સપોર્ટરો, મજુરો, તોલાટ તથા પરચુરણ પેટીયું રળતા લોકો રોડ ઉપર આવી જવાની ભીતિથી ખેડૂત સંગઠનોએ તા. 25-9-20ને સુક્રવારના રોજ બંધના એલાનને ઊંઝા માર્કેટયાર્ડ એસોશિયેશનને પણ ટેકો જાહેર કરી તા. 25-9-20ના રોજ ઊંઝા માર્કેટયાર્ડનું કામકાજ બંધ રાખી યાર્ડ બંધનું એલાન આપતા કૃષિ સુધારાઓના વિરોધ ભારે ગરમી પકડી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજયના ૩ જીલ્લામાં ધરા ધ્રૂજતા લોકોમાં ફફડાટ, 24 કલાકમાં 6 આંચકા