Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેન્દ્રીય મંત્રી આજે અમદાવાદમાં “MSME TOWER”નું કરશે ઉદ્ઘાટન

કેન્દ્રીય મંત્રી આજે અમદાવાદમાં “MSME TOWER”નું કરશે ઉદ્ઘાટન
, શનિવાર, 4 ડિસેમ્બર 2021 (00:56 IST)
ભારત સરકારના એમએસએમઈ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે 4 ડિસેમ્બર, 2021ના રોજ સવારે 11.15 વાગ્યે નવી ઈમારત MSME-ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, અમદાવાદની નવી ઈમારત “MSME TOWER”નું ઉદ્ઘાટન કરશે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, સરકાર, ભારત સરકારના MSME મંત્રાલયની નીતિઓ અને કાર્યક્રમોની રચના અને અમલીકરણ માટે વિકાસ કમિશનર (MSME), નવી દિલ્હીની ક્ષેત્રીય કચેરી છે. ભારતના ગુજરાત રાજ્ય પ્રદેશ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની મુખ્ય કચેરી અમદાવાદ ખાતે અને બે શાખાઓ રાજકોટ અને સિલવાસામાં છે.
 
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (એમએસએમઈ) કૃષિ ક્ષેત્ર પછી દેશના અર્થતંત્રમાં દેશના 40 % આઉટપુટ, દેશની 45% નિકાસ અને નિષ્ણાત રોજગારી પૂરી પાડવાની સાથે યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
 
આ નવી ઈમારત “એમએસએમઈ ટાવર”, સિમ્સ હોસ્પિટલ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે આવેલી છે તે 7237 સ્ક્વેર મીટરનો બિલ્ટ અપ એરિયા ધરાવે છે જેમાં છ સ્તર આવેલા છે. આ ઓફિસમાં એક્સપોર્ટ ફેસિલિટેશન સેલ (ઈએફસી) અને એન્ટ્રેપ્રેનોરશિપ ફેસિલિટેશન સેન્ટર (ઈએફસી) ધરાવે છે જે આ પ્રદેશમાં એમએસએમઈમાંથી નિકાસને વેગ આપે છે. ઈન્ટેલેક્ચ્યુઅલ ફેસિલિટેશન સેલ એમએસએમઈને આઈપીઆરના આઈડેન્ટિફિકેશન, પ્રોટેક્શન અને મેનેજમેન્ટના બિઝનેસ ટૂલ તરીકે હેન્ડહોલ્ડ કરશે.
 
આ ઈમારતમાં 2 ટ્રેનિંગ હોલ છે જે નવોદિત ઉદ્યોગસાહસિકો તેમજ હાલના ઉદ્યોગસાહસિકોને સહયોગ અને તાલીમ એકસાથે આપશે. જેના માટે વિવિધ તાલીમ કાર્યક્રમો જેવા કે ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ, ઉદ્યોગસાહસિકતા તેમજ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને અન્ય કાર્યક્રમો કે જે વિવિધ એમએસએમઈ યોજનાઓ જેમકે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, લીન મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ સ્કીમ, ઝીરો ઈફેક્ટ સ્કીમ, પ્રોકરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ સ્કીમ, પબ્લિક પ્રોકરમેન્ટ પોલિસી વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઓફિસમાં ઓડિટોરિયમ, વીડિયો કોન્ફરન્સ રૂમ, લાયબ્રેરી, કમ્પ્યુટર લેબ અને સ્ટાર્ટઅપ સ્ટુડિયો વગેરે પણ છે.
 
ભારત સરકારના એમએસએમઈ મંત્રલાયના આઈએસએસ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ઓ/ઓ ડેવલપમેન્ટ કમિશનર (એમએસએમઈ) ડી. પી. શ્રીવાસ્તવ તથા ગુજરાત સરકારના કમિશનર (એમએસએમઈ) રંજીત કુમાર (આઈએએસ) આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં આવકવેરા વિભાગનો સપાટો, લેમિનેશનના ઉત્પાદકના યુનિટ પર દરોડા