Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તરાખંડ પછી ગુજરાતમાં લાગુ થશે UCC, આજે CM ભૂપેન્દ્ર પટેલ કરી શકે છે મોટુ એલાન

Gujarat CM Bhupendra Patel
, મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025 (11:49 IST)
ઉત્તરાખંડ પછી હવે ગુજરામાં પણ યૂનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગૂ થઈ શકે છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે આજે ગુજરાત સરકાર આ સંબંધમાં જાહેરાત કરી શકે છે. થોડા દિવસ પહેલા જ જાણવા મળ્યુ હતુ કે ઉત્તરાખંડ પછી બીજા રાજ્ય પણ પોતાની ત્યા યૂસીસી લાગૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેમા ગુજરાતનુ પણ નામ હતુ. 
 
 ગુજરાત સરકાર આજે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મોટી જાહેરાત કરી શકે છે તેવા સમાચાર છે. બપોરે 12.15 વાગ્યે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં યુસીસી સમિતિ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આ સમિતિમાં ૩ થી ૫ સભ્યો હોવાનો અંદાજ છે.
 
આજે સમિતિની જાહેરાત થઈ શકે છે
2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા, ભાજપે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો. 2023 માં, કાયદા પંચે ફરીથી આ વિષય પર ચર્ચા શરૂ કરી. તેણે અમલીકરણ અંગે વિવિધ હિસ્સેદારો પાસેથી નવા સૂચનો માંગ્યા. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પોતાનો ઇરાદો પહેલાથી જ જાહેર કરી દીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Todays Latest News Live ઉત્તરાખંડ પછી ગુજરાતમાં લાગુ થશે UCC, આજે CM ભૂપેન્દ્ર પટેલ કરી શકે છે મોટુ એલાન