Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લ્યો બોલો પ્રાણીઓમાં પણ અસામાજિક તત્વો હોય ? ગીરના બે સિહો સાથે કોઈ સિંહ રહેવા તૈયાર નથી

લ્યો બોલો પ્રાણીઓમાં પણ અસામાજિક તત્વો હોય ? ગીરના બે સિહો સાથે કોઈ સિંહ રહેવા તૈયાર નથી
, શુક્રવાર, 17 માર્ચ 2017 (13:32 IST)
ગીરના બે સાવજો સિંહોની વસતીમાં અસામાજિક તત્વો બની ગયાં છે. તેઓ જ્યાં જાય ત્યાં બબાલ ઉભી કરે છે એટલે હવે તેમની હાલત એવી થઈ ગઇ છે કે તેમની પાસે કોઈ બીજો સિંહ રહેવા તૈયાર થતો નથી. આ બે સિંહો જ્યાં જાય ત્યાં મારામારી અને રમખાણ. ઝગડાખોર સ્વભાવના આ બે સાવજે આ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો છે. 

ગુરૂવારે પણ ચાંદગઢના આ સાવજોએ અટાળીયા નજીક ગાગડીયાના પુલ પાસે સ્થાનિક સાવજ સાથે એટલી માથાકુટ કરી કે તેમને છુટ્ટા પડાવતા વનકર્મીઓને પણ નાકે દમ આવી ગયો.  કારણ કે બન્ને રેઢીયાર છે. આમ તો ચાંદગઢથી લઇ ક્રાંકચ સુધીના સાવજો એક જ પરિવારના છે. પરંતુ આ બન્ને જાણે પરિવારથી નોખા થયા હોય તેમ ચાંદગઢની સીમમાં જઇને રહે છે. પણ આ તુંડ મીજાજી સાવજોને અઠવાડીયુ થાય કે કોઇની સળી કરવાનું મન થાય. બીજા સાવજો સાથે ડખ્ખો કરવા મન ઉલાળા લેવા લાગે અને પછી તો તે કોઇના બાપની સાડીબાર રાખતા નથી. ગઇકાલે પણ મગજનો પારો સાતમા આસમાને પહોંચાડી બન્ને પહોંચી ગયા અંટાળીયા નજીક ગાગડીયા પાસે. અહિં એક ડાલામથ્થા સાથે એવો તે ઝગડો કર્યો કે જોનારાની આંખો ફાટી જાય. બન્નેનું મગજ કઇ જાતનું છે એ તો રામ જાણે પણ દર આઠ-દસ દિવસે આ નજારો અચુક જોવા મળે. બે સાવજો વચ્ચે ડખ્ખાની જાણ થતા વનકર્મીઓ મારતે ઘોડે અહિં પહોંચ્યા. જો કે આ સાવજોને છુટ્ટા પડાવવામાં તેમને પણ નાકે દમ આવી ગયો.અસામાજીક તત્વો જેવા આ બન્ને સાવજો માત્ર અંટાળીયામાં જ આવુ કરે છે તેવુ નથી. ક્યારેક તે ક્રાંકચ સુધી પહોંચી જાય છે તો ક્યારેક બાબાપુર તરફની વાટ પણ પકડે છે પણ એટલુ ચોક્કસ છે કે જ્યાં જાય ત્યાં પોતાની પાલી ચલાવવા ડખ્ખો અચુક કરે છે. સાવજ બેલડી ક્રાંકચ પંથકમાં આટો મારે તો આ વિસ્તારમાં રહેતા સાવજો તેની સાથે ડખ્ખાના ભયે પોબારા ભણી જાય છે. બે-ચાર દિવસ સુધી સ્થાનિક સાવજો દુર ચાલ્યા જાય છે અને આ બન્નેના ત્યાંથી ગયા બાદ જ પાછા ફરે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી ફરીવાર ગુજરાત પધારશે, - દહેજ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરશે