Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાલનપુર-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત, કારમાં સવાર ત્રણ લોકોના મોત

Triple accident on Palanpur-Ahmedabad highway
બનાસકાંઠા , બુધવાર, 12 જૂન 2024 (13:18 IST)
Triple accident on Palanpur-Ahmedabad highway
ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર બેફામ ગતિએ પસાર થતાં વાહનો અકસ્માત સર્જી રહ્યાં છે.પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ગાડીમાં સવાર 3 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લીયર કર્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. 
 
ટેલર, ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે તેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભડકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ગાડીમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે પૈકી ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને પીએમ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. 
webdunia
Triple accident on Palanpur-Ahmedabad highway
અજાપુર પાટીયા પાસે છોટા હાથી અને એક્ટિવા વચ્ચે અકસ્માત
બીજી તરફ અમીરગઢના વિરમપુર ડાભેલી અજાપુર પાટીયા પાસે છોટા હાથી અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકો દ્વારા ઘાયલ વ્યક્તિને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે અમીરગઢ પોલીસ તત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિમ જામ થતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા હતા. તેમજ તાત્કાલીક ધોરણે ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs USA: કેવી રહેશે ન્યૂયોર્કની પિચ, શુ બોલર ફરીથી રહેશે હાવી કે બેટ્સમેનોનો નીકળશે દમ