Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ-મુંબઈ રુટ પર 130 કિમીની ઝડપથી દોડતી દેશની પહેલી વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન શરૂ

vande bharat train
, શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (12:55 IST)
vande bharat train

અમદાવાદથી મુંબઈ વચ્ચે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થઈ ગયું છે. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 20 કોચવાળી સૌથી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી અમદાવાદથી 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી. અમદાવાદથી વડોદરા-સુરત થઈને બપોરે 12:15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચ્યા બાદ વંદેભારત ટ્રેનની ટ્રાયલ રન સમાપ્ત થશે. હાલમાં દેશના મોટા શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેનમાં 16 કોચ અને નાના શહેરો વચ્ચે 8 કોચ ચલાવવામાં આવે છે. હાલમાં, અમદાવાદ અને મુંબઈ વચ્ચે દરેક 16 કોચની બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે.

અમદાવાદથી 20 કોચની વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન, પહેલાથી ચાલી રહેલા 14C + 2E કોચમાં વધુ 4C કોચ ઉમેરવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનના 100% રિસ્પોન્સ અને ઓક્યુપન્સીને ધ્યાનમાં રાખીને, ટ્રાયલ રનની સફળતા બાદ દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. હાલની 16 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચ સાથે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન કરાવીને એ જોવામાં આવી રહ્યું છે કે કોચની સંખ્યા વધારવાથી સ્પીડમાં કોઈ ફરક પડે છે કે કેમ અને ટ્રેનને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે.અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલા ‘મિશન રફ્તાર’ પ્રોજેક્ટ દિલ્હી અને મુંબઈ વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પહેલા 130 કિમી અને પછી 160 કિમી સુધી અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે. લાંબા અંતરને આવરી લેતી ટ્રેનો મુસાફરોને સલામત અને ટૂંકા સમયમાં આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વતંત્રતા દિવસ નિમિત્તે 12 થી 15 ઓગસ્ટ સુધી પાર્સલ બુક કરવામાં આવશે નહીં