Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે અનાથ બાળકોને મળશે આ લાભ

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે અનાથ બાળકોને મળશે આ લાભ
, સોમવાર, 2 ઑગસ્ટ 2021 (12:23 IST)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રૂપાણી સરકારે આ અનાથ બાળકો પ્રત્યે  સંવેદના દાખવી મા યોજના હેઠળ પણ આવરી લેવા નિર્ણય કર્યો છે. અનાથ બાળકોને મા યોજનામાં ગંભીર રોગોમાં વિના મૂલ્યે તબીબી સારવાર અપાશે.
 
સામાજીક ન્યાય અિધકારીતા વિભાગની રજૂઆતને પગલે કોરોનામાં માતાપિતા ગુમાવનારા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો લાભ આપવા સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. આખરે સરકારે અનાથ બાળકો પ્રત્યે સંવેદના દાખવા આ દરખાસ્તને મંજૂર કરી છે.
 
ગુજરાતમાં વર્ષ 2012થી ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ગંભીર બિમારીઓમાં વિનામૂલ્યે તબીબી સારવાર મળી રહે તે માટે મા અને મા વાતસલ્ય યોજના અમલમાં મૂકી છે.રૂા.4 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં કુટુંબોને આ યોજનામાં આવરી લેવાયા છે. આ ઉપરાંત  બળાત્કાર પિડીત, એસિડ એટેક , જાતિય હિંસાના અસરગ્રસ્તો, પોલીસ,સફાઇ કામદાર અને આરોગ્ય કર્મચારીઓને આ યોજનાનો લાભ અપાય છે. 
 
સામાજીક ન્યાય અિધકારીતા વિભાગની રજૂઆતને પગલે કોરોનામાં માતાપિતા ગુમાવનારા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો લાભ આપવા સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. આખરે સરકારે અનાથ બાળકો પ્રત્યે સંવેદના દાખવા આ દરખાસ્તને મંજૂર કરી છે. 
હવે 0થી 18 વર્ષના બાળકો કે જેમના માતાપિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તેને આ યોજનાનો લાભ મળશે. આવક મર્યાદા ધ્યાનમાં લીધા વિના આ યોજનાનો નિરાધાર બાળકોને લાભ મળશે.અનાથ બાળક ગુજરાતનુ મૂળ વતની હોય આૃથવા છેલ્લા દસેક વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતુ હોય તેને લાભ મળવા પાત્ર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવીને પહેલીવાર સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ