Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતથી એક ટ્રેન ઓરિસા-અમદાવાદથી બે ટ્રેન UP જશે, આઠ IAS આઠ IPS અધિકારીઓને સોંપી જવાબદારી

સુરતથી એક ટ્રેન ઓરિસા-અમદાવાદથી બે ટ્રેન UP જશે, આઠ IAS આઠ IPS અધિકારીઓને સોંપી જવાબદારી
, શનિવાર, 2 મે 2020 (18:44 IST)
રાજ્યના વહિવટીતંત્રએ અન્ય રાજ્યો સાથે સંકલન કરીને ત્યાં લોકડાઉનની સ્થિતીમાં અટવાઇ ગયેલા ૩ હજાર જેટલા ગુજરાતી યાત્રિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓને અત્યાર સુધીમાં રાજ્યમાં પરત લાવવાની કામગીરી સફળતાથી પાર પાડી છે. અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, હજુ પણ જે લોકો લોકડાઉનની સ્થિતીમાં અન્ય રાજ્યોમાં અટવાયેલા છે તેમને ગુજરાત પરત લાવવાનું વ્યવસ્થાતંત્ર મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારે ગોઠવ્યું છે. 
 
તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, ગુજરાતના આવા જે વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, વેપારીઓ અન્ય રાજ્યોમાં લોકડાઉનને કારણે ફસાયેલા છે તેઓ રાજ્ય સરકારના કંટ્રોલરૂમ નંબર ૦૭૯૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક કરીને પોતાની વિગતો આપી શકે છે. આવા અન્ય રાજ્યોમાં ફસાયેલા-અટવાયેલા ગુજરાતી વ્યકિતઓની વિગતો મળ્યેથી રાજ્ય સરકારના જે વરિષ્ઠ આઇ.એ.એસ, આઇ.પી.એસ અધિકારીઓને જે-તે રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ તે સંબંધિત રાજ્ય અને જિલ્લાના તંત્રના સંકલનમાં રહીને આવા વ્યકિતઓને પરત આવવા માટેના જરૂરી પરવાનગી પાસની વ્યવસ્થાઓમાં મદદરૂપ થશે.
 
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં રોજી-રોટી માટે વસેલા ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિસા સહિતના રાજ્યોના શ્રમિકો પણ વર્તમાન લોકડાઉન સ્થિતીમાં પોતાના સ્વખર્ચે વતન જવા માંગતા હોય તો તેઓ જે-તે જિલ્લા વહિવટીતંત્રના કંટ્રોલરૂમ ૧૦૭૭ પર પોતાની વિગતો નોંધાવીને જરૂરી પાસ તથા મેડીકલ ચેકઅપની સુવિધા મેળવી શકશે.
રાજ્ય સરકારે અન્ય રાજ્યોના આવા શ્રમિકોને સ્વખર્ચે પરત જવા માટે જે-તે રાજ્યો સાથે સંકલનની જવાબદારી જેમને સોંપી છે તેવા ૮-આઇ.એ.એસ, ૮-આઇ.પી.એસ એમ ૧૬ વરિષ્ઠ અધિકારીઓ સંબંધિત રાજ્યો સાથે પરામર્શમાં રહીને આવા શ્રમિકોના પરત જવાની વ્યવસ્થામાં સહાયરૂપ થશે.
 
ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં આવા અન્ય પ્રદેશો-રાજ્યોના શ્રમિકો મોટા પ્રમાણમાં વસેલા છે. તેમને રાજસ્થાન, ઓરિસા, મધ્યપ્રદેશ વગેરે વતન રાજ્યમાં બસ દ્વારા મોકલવામાં આવ્યા છે. હવે, ભારત સરકારની ગાઇડ લાઇન્સ મુજબ રેલ્વે ટ્રેન દ્વારા આવા શ્રમિકોને પરત મોકલવાની શરૂઆત કરવામાં આવી છે. આ હેતુસર, સુરતથી એક ટ્રેન ઓરિસા માટે તેમજ અમદાવાદથી બે ટ્રેન ઉત્તરપ્રદેશ માટે પ્રત્યેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા લોકો સાથે રવાના કરવામાં આવશે. 
 
આવી ટ્રેનમાં મુસાફરી માટેની ટિકીટ જે-તે શ્રમિકે પોતે ખરીદવાની રહેશે. એટલું જ નહિ, માત્ર જિલ્લાતંત્રના કંટ્રોલરૂમમાં નોંધાયેલા શ્રમિકોને જ આ વ્યવસ્થા અંતર્ગત જવા દેવાશે. આ આખીયે પ્રક્રિયા સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તબક્કાવાર હાથ ધરીને ક્રમબદ્ધ પૂર્ણ કરવામાં આવશે જેથી કોઇ જ પરપ્રાંતિય શ્રમિક કંટ્રોલ રૂમમાં નોંધણી બાદ વતન રાજ્ય જવા માટે ભીડભાડ ન કરે કે ઉતાવળ ન કરે તે આવશ્યક છે. 
 
વિજય રૂપાણીએ મધ્યાન્હ ભોજન યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓ તથા ગ્રામીણ શ્રમિકોના હિતમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં કરેલા નિર્ણયોની ભૂમિકા પણ આપી હતી. આ અંગે તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસની સ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉનમાં રાજ્યની શાળાઓ પણ બંધ છે ત્યારે આવી શાળાઓમાં અભ્યાસ કરતા અને મધ્યાહન ભોજન યોજનાનો લાભ મેળવતા ધોરણ ૧ થી ૮ ના પ૧ લાખ ૭ર હજાર વિદ્યાર્થીઓને ફૂડ સિકયુરિટી એલાઉન્સ આપવાનો નિર્ણય કર્યો છે.
 
આ અંગે તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસની સ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉનમાં રાજ્યની શાળાઓ પણ બંધ છે ત્યારે આવી શાળાઓમાં અભ્યાસ કરતા અને મધ્યાન્હ ભોજન યોજનાનો લાભ મેળવતા ધોરણ ૧ થી ૮ ના પ૧ લાખ ૭ર હજાર વિદ્યાર્થીઓને ફૂડ સિકયુરિટી એલાઉન્સ આપવાનો નિર્ણય કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજયના રેડ ઝોન વિસ્તારને કોર્ડન કરી લોકડાઉનનો કડકાઇથી અમલ કરાશે