Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છના અંજારમાં ટ્રેઇલરે સ્કૂલ બસને ટક્કર મારી, 10 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

accident anjar school bus
, સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (13:19 IST)
-અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજા
-સવારના 8:30 વાગ્યાના અરસામાં
-અંજારની સરકારી હોસ્પિટલમાં છે

કચ્છના અંજારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. જેમાં અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજાઓ થઇ છે. સતાપર ફાટક પાસે દબડા નજીક અકસ્માત થયો છે. જેમાં બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.અંજારના સલીમભાઈ રાયમા જ. સેક્રેટરી જમિયત ઉલ્માએ જણાવ્યા મુજબ આજરોજ સવારના 8:30 વાગ્યાના અરસામાં જમિયત ઉલ્મા એ હિન્દ શાહ ઝકરિયા હાજી પીર પબ્લિક સ્કૂલની બસ  રાબેતા મુજબ જઈ રહી હતી

તે દરમિયાન ગૌતમ ટ્રાન્સપોર્ટના ટ્રેઇલર ચાલકે અચાનકથી સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદ્નસીબે જાનહાની થઇ નથી. પરંતુ અકસ્માતમાં 10વિદ્યાર્થીનીઓ અને એક કંડક્ટર ઈજાગ્રસ્ત થયા છે. કંડક્ટર અને 2 વિદ્યાર્થીનીઓને વધુ સારવાર અર્થે ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બાકી 2 વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજાઓ થઈ છે જે અંજારની સરકારી હોસ્પિટલમાં છે. અંજાર પોલીસે અકસ્માતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.ટ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

National Science Day 2024 : 28 ફેબ્રુઆરીના રોજ જ કેમ ઉજવાય છે રાષ્ટ્રીય સાયન્સ દિવસ ?