Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાજીમાં ટ્રેડિશનલ ગરબાનું આયોજન, ચાચરચોકમાં ફક્ત મહિલાઓ જ ગરબા રમી શકશે

 Traditional Garba organized in Ambaji
, શનિવાર, 14 ઑક્ટોબર 2023 (21:56 IST)
યાત્રાધામ અંબાજીમાં આ વખતે નવરાત્રીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ ગરબા યોજાશે. મંદિર તંત્ર તરફથી ગરબાને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યાં છે.અંબાજીના ચાચર ચોકમાં માત્ર મહિલાઓના અલગ ગરબા યોજાશે. જ્યારે પુરૂષોએ પિત્તળ ગેટની બહાર ગરબા રમવા પડશે.

મંદિર તંત્ર દ્વારા આ વખતે ટ્રેડિશ્નલ ગરબાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત ગરબા માટેના નિયમો પણ કડક કર્યાં છે. નવરાત્રી પર્વ દરમિયાન સવારની મંગળા આરતીનો સમય 750 કલાકનો રહેશે જ્યારે કે સાંજની આરતી 6.30 કલાકે કરવામાં આવશે. આ ઉપરાંત નવરાત્રીમાં લોકોને ભક્તિ રસથી તરબોળ કરવા માટે ગાયકોને બોલાવી ગરબાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત માતાજીના મંદિરને ભવ્ય રીતે શણગારવામાં પણ આવ્યું છે. ખાસ તો રાત્રે લાઈટના અલગ અલગ રંગોથી અંબાજી મંદિર મનમોહક દૃશ્ય ઉપજાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

India vs Pakistan Match: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, PM મોદી અને સીએમ યોગી સહિત આ નેતાઓએ કર્યું ટ્વિટ