Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત, અમદાવાદીઓ માટે આજથી બે દિવસ આ રસ્તા રહેશે બંધ

આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત, અમદાવાદીઓ માટે આજથી બે દિવસ આ રસ્તા રહેશે બંધ
, શુક્રવાર, 11 માર્ચ 2022 (00:02 IST)
વડાપ્રધાન મોદી આગામી 11 અને 12 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને ગુજરાત પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ અત્યારથી જ સતર્ક થઈ ગઈ છે અને અમદાવાદમાં જે બે જગ્યાએ પીએમ મોદી મુલાકાત લેવાના છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા સેક્ટર એકના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રાજેન્દ્ર અસારી દ્વારા કહેવામાં આવ્યું કે 5500 જેટલા પોલીસ જવાનોને વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ પર મૂકવામાં આવ્યા છે. પીએમ મોદીની આ બે દિવસીય મુલાકત દરમિયાન તેઓ 11 માર્ચના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાપંચાયત સમ્મેલનને સંબોધીત કરશે. આ કાર્યક્રમની થીમ 'મારુ ગામ મારુ ગુજરાત' એવી રાખવામાં આવી
 
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાને રાખી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ આ માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.
 
-  દફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કર્લ થી ઇન્દિરા બ્રિજ સર્કલ થી નોબેલ ટી સુધીનો વિસ્તાર
-  સંજીવની હોસ્પિટલ ટી થી વસ્ત્રાપુર તળાવ થી અંધજન મંડળ ચાર રસ્તા થી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી હયાત હોટલ
-  હિમાલ્યા મોલ ટી થી ત્યાંથી સંજીવની હોસ્પિટલ ટી થી શહીદ ચોક થી માનસી ચાર રસ્તા તથા સંજીવની થી ગુરુદ્વારા ચાર રસ્તા
-  સરદાર પટેલ બાવલા થી સ્ટેડિયમ 6 રસ્તા તથા ઇનકામટેક્ષ ચાર રસ્તા થી સ્વસ્તિક ચાર રસ્તા તથા લખુડી સર્કલ થી સ્ટેડિયમ છ રસ્તા તથા કોમર્સ સર્કર્લ થી સ્ટેડિયમ છ રસ્તા સુધીનો માર્ગ.
* વાડજ સ્મશાન ગૃહથી આંબેડેકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ
- આ દરમિયાન કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.

વૈકલ્પિક માર્ગનો કરવો પડશે ઉપયોગ 
 
સંજીવની હોસ્પીટલથી માનસી ચાર રસ્તા, કેશવબાગથી ડાબી બાજુવળી અંધજન મંડળ ચાર રસ્તા થી જમણી બાજુ વળી પાંજરાપોળ ચાર રસ્તા થઇ ગુલબાઈ ટેકરા ટી થી દાદાસાહેબ પગલા ચાર રસ્તા થઇ વિજય ચાર રસ્તા થઇ હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર જવર માટે ઉપયોગ કરી શકાશે. .


પી એમ મોદી ના કર્યક્રમ  ને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા બંદોબસ્ત..
 
1 IG ,5 SP ,10 DYSP, 34PI, 55 PSI  2 હજાર ટ્રાફિક ના જવાનો તહેનાત રહશે...
 
એરપોર્ટ પરના રોડ શો,GMDC ગ્રાઉન્ડ ,સરદાર પટેલ સ્ટેડિયમ પર ટ્રાફિક નો બંદોબસ્ત રહશે ...
 
1 કિલોમીટર ચાલી ને સ્થળ પર જઈને તે રીતે પાર્કિંગ નું આયોજન ...
 
સ્ટેડિયમ મા 1500,GMDC મા 2000  બસ દ્વારા લોકો ને પહોંચાડશે..
 
એરપોર્ટ થી કામલમ સુધીના રોડ શો મા એક લાખ લોકો હજાર રહશે...
 
ક્યાં ક્યાં રૂટ બંધ રહશે
 
-દફનાળા ચાર રસ્તા થી એરપોર્ટ સર્કર્લ થી ઇન્દિરા બ્રિજ સર્કલ થી નોબેલ ટી સુધીનો વિસ્તાર...
 
 
-સંજીવની હોસ્પિટલ ટી  થી વસ્ત્રાપુર તળાવ થી અંધજન મંડળ ચાર રસ્તા થી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવ થી હયાત હોટલ 
 
 
-હિમાલ્યા મોલ ટી થી ત્યાંથી સંજીવની હોસ્પિટલ ટી  થી શહીદ ચોક થી માનસી ચાર રસ્તા તથા સંજીવની થી ગુરુદવાર ચાર રસ્તા...
 
-સરદાર પટેલ બાવલા થી સ્ટેડિયમ 6  રસ્તા તથા ઇનકામટેક્ષ ચાર રસ્તા થી સ્વસ્તિક ચાર રસ્તા તથા લખુડી સર્કલ થી સ્ટેડિયમ છ રસ્તા તથા કોમર્સ સર્કર્લ થી સ્ટેડિયમ છ રસ્તા સુધીનો માર્ગ..
 
-વાડજ સ્મશાન ગૃહ થી આંબેડેકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

4 રાજ્યોમાં જીત પછી મોદીની પહેલી સ્પીચ, બોલ્યા-કાર્યકર્તાઓએ વચન આપ્યુ હતુ હોળી 10 માર્ચથી થશે, પુરુ પણ કર્યુ, યૂપીના પ્રેમે મને યૂપીવાળા બનાવી દીધો