Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ગુજરાતીઓના ફેવરીટ સ્થળ પર -6 ડિગ્રી- સફેદ ચાદરથી ઢંકાઇ ગયું માઉન્ટ આબુ, 12 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો - 6 પર પારો ગગડ્યો

mount abu
, ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (11:54 IST)
રાજસ્થાનના સિરોહી જિલ્લાનું માઉન્ટ આબુ હિલ સ્ટેશન ઠંડીથી ધ્રૂજી રહ્યું છે. આજે અહીં ઠંડીએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માઉન્ટ આબુમાં માઈનસ 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જેના કારણે આખું શહેર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું હતું. ખાલી ખેતરો હોય કે વાહનોના કાચ, બધા પર બરફનો જાડો પડ જામી ગયો છે.
 
માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી બાદ હવે હાથ-પગ સુન્ન કરી દે તેવે કડકડતી ઠંડી જોવા મળી રહી છે. આજે અહીંના તમામ ઘાસના મેદાનો પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી હતી.પક્ષીઓને પીવા માટે રાખવામાં આવેલું પાણી પણ થીજી ગયું હતું. આ સિવાય વાહનોના કાચ પર બરફનો જાડો પડ જામી ગયો હતો. હિલ સ્ટેશન માઉન્ટ આબુ 12 વર્ષ પહેલા ખૂબ જ ઠંડુ હતું. આજે ઠંડીએ ફરી લોકોને એ જ જૂના હવામાનની યાદ અપાવી છે.
 
આજે સવારે લોકો જાગ્યા ત્યારે આ વિસ્તારમાં માત્ર સફેદ રંગ જ દેખાતો હતો. આજનું તાપમાન માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ કડકડતી ઠંડીથી બચવા લોકો બોનફાયર અને રજાઈનો સહારો લઈ રહ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુ હિલ સ્ટેશનની મુલાકાત લેવા માટે ઘણા પ્રવાસીઓ દૂરના વિસ્તારોમાંથી આવે છે.
 
આ વિસ્તારમાં પડી રહેલી કડકડતી ઠંડીનો ત્રાસ હાડ કંપાવી દેનાર છે. આ તીવ્ર ઠંડીના કારણે લોકો અગ્નિનો સહારો લઈ રહ્યા છે. સતત ઘટી રહેલા પારાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. માઉન્ટ આબુ સિવાય રાજસ્થાનના અનેક વિસ્તારો ઠંડીની લપેટમાં છે. જેના કારણે વાતાવરણ સતત ઠંડુ રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol Diesel Price Today: આજે કેટલા બદલાયા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે નવા ભાવ