Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

આજે ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 3.04 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
અમદાવાદ, , રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (07:26 IST)
આજે રવિવારે ગુજરાતમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં મતદાન યોજાશે અને 2 માર્ચે મતગણતરી કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું કે કુલ 8473 બેઠકો માટે મતદાન યોજાશે.
 
જેમાં નગરપાલિકાની 2720 બેઠકો, જિલ્લા પંચાયતોમાં 980 બેઠકો અને તાલુકા પંચાયતમાં 4773 બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણી માટે 36,008 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ બેઠકો પર યોજાનારી ચૂંટણીઓ માટે 3.04 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સુરક્ષાની બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 
 
તેમણે માહિતી આપી કે આ માટે 44,000 થી વધુ પોલીસકર્મીઓ, સીએપીએફની 12 કંપનીઓ અને 54,000 હોમગાર્ડઝ તૈનાત કરવામાં આવ્યા છે. . છેલ્લા કેટલાક સમયથી આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ રહ્યો છે. કોંગ્રેસનું માનવું છે કે પેટ્રોલમા ભાવમાં થયેલા વધારાથી લોકોનો ભાજપ પ્રત્યે મોહભંગ થયો છે અને આ પાર્ટીને કમબેક કરવામાં મદદ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્થાનિક સ્વરાજ ચૂંટણી : ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાનની તૈયારી