Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સરકારે પશુ પાલકો માટે કરી મોટી જાહેરાત

jitu vaghani
, બુધવાર, 24 ઑગસ્ટ 2022 (17:37 IST)
રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા એક ગંભીર મુદ્દો બની ગઈ છે. રસ્તા પર ઢોર આવી જતા અનેક વખતે જીવલેણ અકસ્માત સર્જાયા છે. તાજેતરમાં જ નીતિન પટેલની તિરંગા યાત્રામાં પણ ગાય ઘુસી જતા તેમને અડફેટે લીધા હતા. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઘટનાના 11 દિવસમાં જ સરકારે રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 8 મહાનગરો અને 56 નગરપાલિકાઓમાં રોડ પર પશુ છોડી મૂકવામાં આવે છે,

આ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો તેઓ મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓને મૂકી શકશે. આ માટે પશુપાલકો માટે વિનામૂલ્યે ઢોરને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું કે, પશુઓને ત્યાં ઘાસચારો, પાણી સહિતની પૂરતી સગવડો આપીશું. પશુના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે. જરૂર પડે તો નવા ઢોરવાડા બનાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આ માટે બજેટમાં રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને જરૂર પડે તો વધુ રકમ તેમાં ઉમેરાશે.ચોમાસામાં હાલ ખરાબ રસ્તાની પણ એક મોટી સમસ્યા છે. રસ્તા પર અસંખ્ય ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ઘણીવાર આ ખાડાઓના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે સરકારે હવે આ મામલે પણ વિચાર કર્યો છે અને વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાને ઝડપથી રીપેરિંગ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં 80ના દાયકાથી દારૂનો ધંધો કરતી મહિલા અમિના બાનુ ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ