Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 28 March 2025
webdunia

અમદાવાદમાં બુલેટ ટ્રેન સાઈટ પર દુર્ઘટનાથી આ 25 ટ્રેનો થઈ કેન્સલ, અનેક ટ્રેનોનો બદલાયો સમય

bullet train
, સોમવાર, 24 માર્ચ 2025 (14:09 IST)
bullet train
અમદાવાદની નજીક બુલેટ ટ્રેન પરિયોજના સ્થળ પર નિર્માણ માટે ઉપયોગમાં લેવામા આવનારુ સેંગમેંટલ લોંચિંગ ગેટ્રીએ દુર્ઘટનાને કારણે પોતાના સ્થાન પરથી હટી ગયુ જેને કારણે નિકટની રેલવે લાઈન પર અનેક ટ્રેનો અવરોધાઈ. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. 
 
અદાવાદના રેલવે મંડળના એક અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનાને કારણે ઓછામાં ઓછી 25 ટ્રેનો રદ્દ કરવામાં આવી અને 15 ટ્રેનોને આંશિક રૂપથી રદ્દ કરવામાં આવી. આ ઉપરાંત પાંચ ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો અને છ ટ્રેનોના માર્ગ બદલવામાં આવ્યા. રેલવે અધિકારીઓએ જણાવ્યુ કે પ્રભાવિત રેલવે લાઈનથી ગૈટ્રી હટાવવાનો પ્રયાસ ચાલુ છે જેથી ટ્રેનોની અવરજવર ચાલુ કરી શકાય. 
 
 એનએચએસઆરસીએલના એક અધિકારીએ જણાવ્યુ કે ક્રેનોની મદદથી રેલમાર્ગોની શરૂ કરવાનુ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.  એનએચએસઆરસીએલના નિવેદન મુજબ ગઈકાલે રાત્રે લગભગ 11 વાગે વટવા (અમદાવાદની પાસે)  નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવનારી એક સેગમેંટલ લૉંચિગ ગૈટ્રી', કંક્રીટ ગર્ડર લૉંન્ચિંગ પૂરી કર્યા પછી પાછળ હટી રહી હતી. આ દરમિયાન આ દુર્ઘટના થઈ. 
 
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ આ ઘટના પાસેની રેલવે લાઈન પ્રભાવિત થઈ છે. એનએચએસઆરસીએલના વરિષ્ઠ અધિકારી, પોલીસ અને અગ્નિશમન વિભાગના અધિકારી ઘટનાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ દુર્ઘટનામા કોઈના ઘાયલ થવાની સૂચના નથી અને બનેલા માળખાને કોઈ નુકશાન પહોચ્યુ નથી.  
 
અમદાવાદ રેલ્વે ડિવિઝનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી વટવા અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર રેલ ટ્રાફિકને અસર થઈ હતી. રદ કરાયેલી ટ્રેનોમાં વટવા-બોરીવલી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, વડોદરા-વટવા ઇન્ટરસિટી, અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન, જામનગર-વડોદરા ઇન્ટરસિટી, વડનગર-વલસાડ-વડનગર એક્સપ્રેસ અને વટવા-આનંદ મેમુનો સમાવેશ થાય છે. અમદાવાદ-મજીઠિયા ચેન્નાઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસ, રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ અને કેટલીક અન્ય ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
 
રેલવે અધિકારીઓએ મુસાફરોની મદદ માટે એક હેલ્પલાઈન નંબર પણ રજુ કર્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટ: નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ