Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધ વાયરનો આર્ટિકલ પ્રાથમિક દ્રષ્ટીએ બદઇરાદા પૂર્વકનોઃ હાઈકોર્ટ

ધ વાયરનો આર્ટિકલ પ્રાથમિક દ્રષ્ટીએ બદઇરાદા પૂર્વકનોઃ હાઈકોર્ટ
, મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (12:48 IST)
જાણીતા ન્યુઝ પોર્ટલ વાયરના જર્નાલિસ્ટ્સને ગુજરાત હાઈકોર્ટે સોમવારે મોટો આંચકો આપ્યો હતો. ભાજપના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીની આવકમાં થયેલા અચાનક વધારાને લઈને આ ન્યુઝ પોર્ટલે આર્ટિકલ લખ્યો હતો જેને લઈને વિરોધ પક્ષોએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદ જય શાહે જવાબાદરો વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. જેને રદ કરવા માટે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જોકે કોર્ટે તેને માન્ય રાખી નહોતી. કેસની સુનવણી કરતા જસ્ટીસ જે.બી. પારડીવાલાએ ક્રિમિનલ બદનક્ષીના કેસની કાર્યવાહી બંધ કરવાની ના પાડી હતી.

જય શાહે શહેરની મેટ્રોપોલિટન કોર્ટમાં ધ વાયરમાં ‘ધ મેજીક ટચ ઓફ જય અમિત શાહ’ નામનો આર્ટિકલ લખનાર પત્રકાર વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો. આ આર્ટિકલમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ખૂબ જ થોડા સમયમાં આશ્ચર્ય જનક રીતે જય શાહની રુ. 50000ની કંપનીની રેવન્ય રુ.80 કરોડ જેટલી થઈ ગઈ છે.’કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ પોતાના ચૂકાદમાં કહ્યું કે, ‘ધ વાયર દ્વારા પબ્લિશ કરવામાં આવેલ બે આર્ટિકલ પબ્લિશ્ડ કરાયા હતા. જેમાં આ આર્ટિકલ લખનાર પત્રકાર વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે.’ કોર્ટેના ઓર્ડરમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘આર્ટિકલનો જે ભાગ ડિસ્ટર્બિંગ કહેવાયો છે, તેને જોતા કંપનીના માલિક(જય શાહ) દ્વારા લગાવવામાં આવેલ આરોપ યોગ્ય હોઈ આર્ટિકલ પ્રાથમિક દ્રષ્ટીએ બદનક્ષીભર્યો લાગે છે.  જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે, ‘આર્ટિકલના લેખક ઈરાદાપૂર્વકના અપનામના આરોપમાંથી છટકી શકે નહીં.’ કોર્ટે કહ્યું કે, ‘પ્રાથમિક દ્રષ્ટીએ આર્ટિકલ જોતા સ્પષ્ટ થાય છે કે તેના દ્વારા એવું પ્રતિપાદિત કરવાની કોશિષ થઈ છે કે માત્ર રુ. 50000ની રેવન્યુ ધરાવતી એક સામાન્ય કંપની અચાનક જ રુ. 80 કરોડની આવક કરવા લાગી છે અને તે પાછળ માત્ર એક જ કારણ છે કે કંપનીના માલિક જય શાહના પિતાને ઉચ્ચ રાજકીય પદ પર છે અને તેમના તેમની નજીકના વ્યક્તિ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉના કાંડના પીડિતો હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવશે