Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? માણસાના ઇટાદરા અને નડીયાદના દવાપુરમાં જૂથ અથડામણ

riot
, શનિવાર, 16 એપ્રિલ 2022 (09:31 IST)
દેશભરમાં ગુજરાત શાંતિ અને ભાઇચારાનું પ્રતિક છે. અહીં દરેક વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવે છે. ત્યારે છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં જૂથ અથડમણોના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં હિંમતનગર અને ભરૂચમાં રામનવમી દિવસે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. 
 
ત્યારબાદ હવે માણસાના ઇટાદરા અને નડીયાદના દવાપુરમાં જૂથ અથડામણના બનાવનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસાના ઇટાદરા ગામમાં ધાર્મિક પ્રસંદ દરમિયાન ગઇકાલે જૂથ અથડામણની ઘટના સર્જાઇ હતી. જેમાં એક બાઇકને પણ સળગાવી દેવામાં આવ્યું હતું. જોકે પોલીસ ગામમાં આવતાં મામલો શાંત થયો હતો. જેના પગલે આજે ગામમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પોલીસના ચુસ્તબંદોબસ્ત વચ્ચે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 
હાલમાં જ મળતી માહિતી મુજબ માણસાના ઇટાદરા યુવતીની છેડતી મુદ્દે મોટા પાયે અથડામણ થઈ છે. આ અથડામણ એટલા હદે આવી ગઈ હતી કે અસામાજીક તત્વો દ્વારા વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી. અને સાથે સાથે મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના છે માણસાના ઈટાદરા ગામની કે જ્યાં યુવતીની છેડતી મામલે બે જુથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. યુવતીની છેડતી બાબતે થયેલી બબાલે ઉગ્ર રૂપ ધારણ કરતાં મામલો બીચક્યો હતો અને બે જુથ સામે સામે આવી ગયા હતા.
 
સમગ્ર સ્થિતિને હાલ કાબૂમાં લેવામાં આવી છે. સમગ્ર ઘટનામાં વધુ લાંબુ નુકસાન ન થાય તે માટે ઈટાદરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
તો બીજી તરફ નડિયાદ તાલુકાના દવાપુરા ગામે એક જ કોમના બે જુથ વચ્ચે જૂથ અથડામણ અને પથ્થરમારાનો બનાવ સર્જાયો હતો. જેના પગલે અફરા તફરી મચી જવા પામી હતી. આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર દવાપુર ગામના સરપંચ અને સામે પક્ષના પરિવાર વચ્ચે તાજેતરમાં લગ્નનો સંબંધ થયો હતો પરંતુ તે લાંબો ચાલ્યો ન હતો અને બાદમાં તૂટી ગયો હતો. જેના પગલે બંને પક્ષો મતભેદ અને કંકાશ ચાલી રહ્યો હતો. ત્યારે શુક્રવારે સરપંચ રૂકસાના મલેકનો નાનો દિકરો નમાજ પઢી મસ્જિદ માંથી બહાર આવ્યો તે સમયે સામે પક્ષના લોકોએ યુવકને ગાળો બોલતા તેના ભાઈએ ગાળો નહી બોલવા જણાવ્યું હતુ.
 
પરંતુ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કેટલાક ઇસમોને ગાળાગાળી હાથાપાઇ શરૂ કરી દીધી હતી અને પથ્થરમારો કર્યો હતો. સરપંચ રૂકસાના બાનુના જણાવ્યા મુજબ પથ્થરમારાની ઘટનામાં 3 લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ અને ડીવાયએસપી સ્થળ પર દોડી ગયા હતા. જોકે મોડે સુધી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરબીમાં 108 ફૂટના હનુમાનજીનું લોકાર્પણ,પીએમ મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે