Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતીઓને આગામી 5 દિવસ મળશે ગરમીથી રાહત

ગુજરાતીઓને આગામી 5 દિવસ મળશે ગરમીથી રાહત
, બુધવાર, 25 મે 2022 (23:00 IST)
અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસપાસ રહ્યો છે, આ વચ્ચે આજે પણ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. હવે ગુજરાતીઓને આગામી 5 દિવસ ગરમીથી રાહત મળવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 24 કલાક બાદથી રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાનો અંદાજે છે. એવામાં લોકોને ગરમીથી રાહત મળવાના સંકેત છે. એવામાં કાલથી અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે.
 
પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આગામી 26 કલાક સુધી હાલનું તાપમાન યથાવત રહેશે. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
 
અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ
અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસપાસ રહ્યો છે, આ વચ્ચે આજે પણ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LPG ગેસ મુદ્દે સરકારનો મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ