Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

વડોદરાના પરિવારનો માળો વીંખાયો

વડોદરાના પરિવારનો માળો વીંખાયો
, શુક્રવાર, 12 નવેમ્બર 2021 (13:25 IST)
દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર ફરવા જઇ રહેલા પરિવારની કાર ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ જેમાં વડોદરાના 3 લોકોનાં મોત થયાં હતાં, જેમાં પતિ-પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે. જ્યારે 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી.
 
વડોદરાથી જયદ્રથભાઈ (ઉં.વ.55) તેમના પત્ની આમિત્રી દેવી (ઉં.વ.52), બે પુત્ર નીતિનભાઈ (ઉં.વ.30) અને સત્યેન્દ્રભાઈ (ઉં.વ.35) તેમજ પુત્રવધુ શિવમ કુમારી (ઉં.વ.29) અને પૌત્ર વિવાન (ઉં.વ.6) અર્ટિગા કારમાં જેસલમેર ફરવા જઈ રહ્યાં હતાં. દરમિયાન ગુરુવારે રાત્રે તેમની કાર આગળ જઈ રહેલી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી, જેમાં જયદ્રથભાઈ, આમિત્રી દેવી અને નીતિનભાઈનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મોડી રાત્રે જવાહર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં 11 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી