Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકાર અને અમેઝોન ઈન્ડિયા વચ્ચે MoU થયાં હવે રાજ્યના MSME સેક્ટરની પ્રોડક્ટ્સ વિશ્વના 200થી વધુ દેશોમાં એક્સપોર્ટ થશે

સરકાર અને અમેઝોન ઈન્ડિયા વચ્ચે MoU થયાં હવે રાજ્યના MSME સેક્ટરની પ્રોડક્ટ્સ વિશ્વના 200થી વધુ દેશોમાં એક્સપોર્ટ થશે
, મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (15:08 IST)
રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા અને એમેઝોનના પ્રોજેક્ટ હેડ, પબ્લિક પોલિસી ઓપરેશન હેડ સહિતના અધિકારીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આ એમ.ઓ.યુ અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’-‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે. એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ્સ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ, ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમ.એસ.એમ.ઇને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. 2020-21ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં 21 ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે. હવે આ એમ.ઓ.યુથી ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચડવામાં સહાયરૂપ બનશે. એટલુ જ નહી યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર, તુર્કી અને યુ.એ.ઇ જેવા 17 દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C), ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર આગામી દિવાળી પૂર્વે રાજ્યના ચાર રીજીયનમાં એમ.એસ.એમ.ઇ માટે એમેઝોન તાલીમ કાર્યક્રમો શરૂ કરે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદની આધેડ મહિલાને TIKTOK એપ પર મિત્ર બનેલી યુવતીએ સજાતિય પ્રેમની ઓફર કરી