Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતિએ પત્નીને ખુરશીમાં બેસાડીને ગુપ્ત ભાગે ડિસમિસની ઘા માર્યા, પતિને યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હતા

પતિએ પત્નીને ખુરશીમાં બેસાડીને ગુપ્ત ભાગે ડિસમિસની ઘા માર્યા, પતિને યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હતા
, સોમવાર, 25 ઑક્ટોબર 2021 (12:30 IST)
રાજ્યમાં સતત વધી રહેલા ક્રિમિનલ કેસ અને અત્યારચારની ઘટનાઓ વચ્ચે વધુ કિસ્સો અમદાવાદથી પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં પતિની હેવાનિયત સામે આવી હતી જેમાં તેણે તમામ હદો વટાવી દીધી હતી. જેને લઇને પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પતિ એ ખુરશી સાથે બાંધી માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમિસ ના ઘા માર્યા હતા. આ ઉપરાંત પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી છે.
 
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતા લોકેન્દ્ર ભંડારી જે અમદાવાદ અને બેંગ્લોરમાં સ્પા સેન્ટરનું વ્યવસાય સાથે જોડાયેલો છે.  લોકેન્દ્ર વિરુદ્ધ તેની જ પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે. પરણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે પતિ લોકેન્દ્રના અન્ય યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હતા. અને તેનો વિરોધ નોંધાવતા પત્ની ને ખુરશી સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો અને ગુપ્ત ભાગે ઇજા પણ પહોંચાડી હતી. પરણિતા જ્યારે સુતી હતી ત્યારે ઓશિકા વડે મોં દબાવી હત્યાના પ્રયાસની કોશિશ કરી હતી. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.
 
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે 16 વર્ષ પહેલા તેના લગ્ન લોકેન્દ્ર સાથે થયા હતા. પરંતુ સ્પાના વ્યવસાયમાં જોડાયા બાદ અન્ય સ્ત્રીઓ સાથે તેના સંબંધો અંગે જાણ થઈ હતી. હદ તો ત્યારે થઇ કે જ્યારે પતિ એ જ અન્ય ત્રણ સ્ત્રીઓના ફોટા મોકલી પત્ની પાસે અભિપ્રાય માંગ્યો કે આમાંથી કઈ સ્ત્રી સારી છે. જેનો વિરોધ કરતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, અને તે ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો. જોકે હવે આરોપી પોતાની પત્ની પર આક્ષેપ કરી રહ્યો છે. જોકે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
 
બોપલ પોલીસે શારીરિક-માનસિક ત્રાસ.. હત્યાના પ્રયાસ અને દહેજનો ગુનો દાખલ કરી ફરિયાદીના મેડીકલ પરીક્ષણ કરાવી આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકઠા કરવા કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરિયાદીએ લગાવેલા આક્ષેપો સાચા છે. કે ખોટા તે જાણવા પરિવારજનો અને પાડોશીના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વર્ષ 2014થી અત્યાર સુધી મેડિકલ સેવાના વિસ્તાર માટે કેન્દ્ર સરકારે 157 મેડિકલ કોલેજોને આપી મંજુરી: સ્વાસ્થ્ય મંત્રાલય