Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું, ગોધરાકાંડના દોષિતોને ફાંસીની સજા અપાવવાનો પ્રયાસ કરીશું

supreme court
, સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (17:59 IST)
કોર્ટે બંને પક્ષોના વકીલોને આરોપીઓએ જેલમાં વિતાવેલો સમય અને થયેલી સજાની માહિતી આપતો ચાર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો 
 
ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ગોધરા કાંડના 11 દોષિતોને ફાંસીની સજા અપાવવાના પ્રયાસો કરશે. ટ્રાયલ કોર્ટે ગોધરાકાંડના દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ ગોધરા કાંડના અનેક આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે આરોપીના જામીન પર સુનાવણી માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે બંને પક્ષોના વકીલોને આ સમયગાળા દરમિયાન આરોપીઓએ જેલમાં વિતાવેલો સમય અને તેમને થયેલી સજાની માહિતી આપતો ચાર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
 
ગુજરાત સરકારે ફાંસીની સજા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી
ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને કહ્યું કે અમે દોષિતોને ફાંસી પર લટકાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરીશું. આ રેરેસ્ટ ઓફ રેર કેસમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રેનની બોગીને બહારથી લોક કરી આગ લગાડવામાં આવી હતી. જેના કારણે 59 લોકોના મોત થયા હતાં. ગોધરા કાંડમાં ટ્રાયલ કોર્ટે 11 દોષિતોને ફાંસીની સજા અને 20 અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જ્યાંથી હાઈકોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ગુજરાત સરકારે ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

AMCના બજેટ સત્રમાં અદાણી મુદ્દે હંગામો, વિપક્ષે કહ્યું શહેરના 10 ક્રિમ પ્લોટ સસ્તામાં આપી દેવાયા