Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકારે ખેડૂતોના હિતમાં લીધો મોટો નિર્ણય, ખેતીની જમીનનો ફરીથી થશે રિ-સર્વે

rishikesh patel
, ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (11:52 IST)
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે. 
 
બીજી બાજુ રાજ્યમાં ફરીથી જમીનનો રિ-સર્વે કરવામાં આવશે. ખેતીની જમીનનો ફરીથી રિ-સર્વે કરવામાં આવશે. જૂના સર્વેમાં ખેડૂતોને સરકારને અનેકવાર ફરિયાદો કરી હતી. ત્યારબાદ આજે કેબિનેટની મીટિંગમાં નિર્ણય લેવાયો કે આધુનિક પદ્ધતિથી રિસર્વે કરવામાં આવશે. નવા રિ-સર્વે માટે બે જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. 
 
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી . આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
 
આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિલિન્ડર વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના, એક જ પરિવારના 6 લોકો જીવતા દાઝી ગયા