Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે
, સોમવાર, 19 એપ્રિલ 2021 (22:58 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા. 1લી મે, 2021થી 18 વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે. 
 
વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE IPL 2021, RR vs CSK:- ચેન્નઈ સુપર કિંગ્સની પકડમાં મેચ, રાજસ્થાનની 5મી વિકેટ પડી