Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુત્રોના ત્રાસથી પિતાએ કરી આત્મહત્યા

પુત્રોના ત્રાસથી પિતાએ કરી આત્મહત્યા
, રવિવાર, 4 ફેબ્રુઆરી 2024 (12:10 IST)
- કેનાલમાં ઝંટલાવી પોતાનું જીવન સપ્ટેમ્બર 2023મા ટૂંકાવ્યું 
- માર ઝૂડ પણ કરી. વારંવારની માનસિક યાતના
-મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા.

અમદાવાદ- કળયુગ છે ભાઈ આ ઘટનાથી સાફ થઈ રહ્યો છે.  શહેરના નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના જ સંતાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. બે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા.
 
અમદાવાદમાં મિલકત મેળવવાની લાલચમાં અંધ બનેલા પુત્રો અને પુત્રવધુઓએ સંબંધોને શર્મસાર કર્યા છે. 
 
આ ઉપરાંત માબાપને મળવા માટે ઘરમાં કોણ-કોણ આવે છે તે જોવા તેમણે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. એક દિવસે જતનબેનની તબિયત બગડતા બંને પુત્રોએ જણાવ્યું હતું કે ડોસો મરી ગયો, તું પણ મરી જા તો મકાન અમારા નામે થઈ જાય. બંને પુત્રો કહેતા તારો જીવ ના ચાલતો હોય તો તું કેનાલ પર ઊભી રહે અમે તને ધક્કો મારી દઇશું તેમ કહીને ત્રાસ આપતા હતા. 
 
મૃતક છગનભાઈ દેસાઈએ અડાલજ કેનાલમાં ઝંટલાવી પોતાનું જીવન સપ્ટેમ્બર 2023મા ટૂંકાવ્યું હતું જતનબેનના પતિ છગનભાઈ દેસાઈએ 11 સપ્ટેમ્બર 2023ના રોજ અડાલજ પાસે કેનાલમાં પડીને આપઘાત કર્યો હતો. જે મામલે જતનબેન દેસાઈએ કોર્ટમાં પણ અરજી કરી હતી. જેમાં તેમનો મોટો દીકરો દિપેશ દેસાઈ, તેની વહુ લલિતા અને નાનો દીકરો રમેશ અને તેની પુત્રવધુ સુરેખા અવારનવાર છગનભાઈને ત્રાસ આપી ધમકીઓ આપતા હતા અને પોતાનું મકાન તેઓના નામે કરી આપવા માટેની ધમકીઓ પણ આપતા હતા. જો મકાન તેઓના નામે નહીં કરી આપે તો તેમને ગમે ત્યારે મારી નાખી અને આપઘાત કરાવી દેવા જેવી ધમકીઓ પણ આપતા હતા, આટલું જ નહીં પરંતુ છગનભાઈની પાટણની મિલકતના દસ્તાવેજો પણ દીકરાઓએ લઈ લીધા હતા.
 
પુત્રવધુઓની વાતમાં  આવીને પુત્રોએ સગા માતાની પણ દરકાર ન કરી અને તેમની સાથે માર ઝૂડ પણ કરી. વારંવારની માનસિક યાતનાથી પીડાતા છગનભાઈએ પોતાની અને સમાજની વચ્ચે આ ત્રાસના કારણે આબરૂ ગુમાવી હોવાની પોતાની પત્નીને જાણ કરી હતી
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Virat-Anushka- વિરાટ-અનુષ્કા ફરી માતા-પિતા બનશે