Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાના કેસ વધતા 23 તારીખથી રાજ્યમાં શાળા અને કોલેજો નહિ ખુલે

કોરોનાના કેસ વધતા 23 તારીખથી રાજ્યમાં શાળા અને કોલેજો નહિ ખુલે
, શુક્રવાર, 20 નવેમ્બર 2020 (07:39 IST)
કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી હોવાથી રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય સરકારે આખરે મોકૂફ રાખ્યો છે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ગુજરાતમાં 23 તારીખથી જ શાળા અને કોલેજો શરૂ કરવામાં આવશે. પણ કોરોનાનાં કેસો વધતાં અમદાવાદમાં ફરીથી કરફ્યૂ લાગુ કરવામાં આવતાં ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય થોડા જ કલાકોમાં બદલી લેવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 23 તારીખથી રાજ્યમાં શાળા અને કોલેજો ખૂલશે નહીં
 
બીજી તરફ રવિવારે સીએની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ચિંતા વધી છે. લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ અંગે નિર્ણય લેવાઈ શકે છે. 400 સેન્ટર પરથી 4.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
 
દિવાળીના તહેવારમાં લોકોનુ ભીડમાં બહાર નીકળવુ હવે મોંઘુ પડી રહ્યુ છે. રાજ્યભરમાં તહેવારો પછીથી એકદમ જ  કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. 43 દિવસ બાદ રાજ્યમાં ફરી એક દિવસમાં કોરોનાના કેસ 1300 કરતા વધું નોંધાયા છે. આ પહેલા 7 ઓક્ટોબરમાં 1343 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1340 કેસ સામે આવ્યા છે, જ્યારે 7 દર્દીનાં મોત થયા છે. તો 1113 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1 લાખ 92 હજાર 982 થયો છે, જ્યારે મૃત્યુઆંક 3830એ પહોંચ્યો છે તો કુલ 1 લાખ 76 હજાર 475 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54907 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 70.33 લાખ ટેસ્ટ થયા છે. હાલ રાજ્યમાં 12677 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 દર્દી વેન્ટિલેટર પર છે અને 12590 દર્દીની હાલત સ્થિર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Curfew in Ahmedabad-અમદાવાદમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે